ભારતમાં ઓછું રોકાણ કરવું પડે તેવા 9 બિઝનેસ આઇડિયા
આપ આપનો બિઝનેસ કરવા માંગો છો અને આપની પાસે મૂડી મર્યાદિત છે, તો ચિંતા ના કરશો. અમે અહીં આપને ભારતમાં ઓછા રોકાણે બિઝનેસ કરી શકાય તેવા 8 આઇડિયા આપી રહ્યા છીએ...
આ એવા બિઝનેસ આઇડિયા છે, જેમાં અન્ય બિઝનેસની સરખાણમીએ અત્યંત ઓછું રોકાણ કરવાની જરૂર પડે છે...

1. ટ્રાવેલ એજન્સી
ટ્રાવેલ એજન્સી ખોલવા માટે આપની પાસે સૌથી મોટી જરૂર છે તે પ્રવાસન સ્થળ સાથે સંકળાયેલા જ્ઞાનની છે. બાકી આપે એક નાનકડી જગ્યામાં રોકાણ કરવાનું છે. જેની પાછળ ખાસ રોકાણ કરવું પડતું નથી.

2. ફાઇનાન્શિયલ સર્વિસીસ
ફાઇનાન્શિયલ સર્વિસીસ જેમ કે ઇન્શ્યોરન્સ એજન્સી, કંપનીની ફિક્સ્ડ ડિપોઝિટ્સ માટેના એજન્ટ્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, સ્ટોક માર્કેટ સબ બ્રોકિંગ વગેરે જેવા ક્ષેત્રમાં બિઝનેસ કરવા માટે રોકાણની નહીંવત જરૂર પડે છે. તમે એમ પણ કહી શકો કે જ્ઞાન સિવાય કોઇ પ્રકારનું આર્થિક રોકાણ કરવું પડતું નથી.

3. રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી
આગળના બિઝનેસની જેમ રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સીમાં પણ નહીંવત રોકાણની જરૂર રહે છે. જો કે આ ક્ષેત્રમાં બિઝનેસ શરૂ કરતા પહેલા આપને સારું જ્ઞાન અને સારા સંપર્ક હોવા જરૂરી છે.

4. બ્યુટી પાર્લર
આ બિનેસમાં આગળ જણાવેલા તમામ બિઝનેસ કરતા વધારે રોકાણ કરવું પડે છે. ખાસ કરીને આપે લીઝ રેન્ટલ ચૂકવવું પડે છે. જો કે આ રોકાણની સામે આપને લાંબા ગાળે સારું નફા માર્જિન મળે છે. ભાડા સિવાય આપે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ થોડુંક રોકાણ કરવું પડે છે.

5. મોબાઇલ રિચાર્જ શોપ્સ
અનેક વિસ્તારોમાં આજે પણ ઓનલાઇન રિચાર્જ ઓછું થતું હોવાથી રિટેલ મોબાઇલ રિચાર્જ શોપ્સ જોવા મળે છે. આ ઉપરાંત આપ મોબાઇલ એસેસરીઝ રાખીને નાનો બિઝનેસ શરૂ કરી શકો છો.

6. મેનપાવર રિક્રુટમેન્ટ એજન્સી
નાનકડી મૂડી સાથે આપ મેનપાવર રિક્રુટમેન્ટ એજન્સી શરૂ કરી શકો છો. જો કે આ બિઝનેસમાં સૌથી મોટો ખર્ચો ભાડેથી રાખેલી જગ્યાનું ભાડું ચૂકવવાનો હોય છે.

7. ટ્યુશન્સ
વિદ્યાર્થીઓને ટ્યુશન્સ આપવું પણ સારો બિઝનેસ છે. કોચીંગ ક્લાસ બિઝનેસમાં પણ ઓછા રોકાણે વધુ નફો મળે છે.

8. ઇવેન્ટ મેનેજમેન્ટ
ઇવેન્ચ મેનેજમેન્ટ કંપનીમામ પણ ઓછું મૂડી રોકાણ કરવું પડે છે. આ બિઝનેસમાં આપના કોન્ટેક્ટ સારા હોય તો ઝડપથી સફળતા મળે છે.

9. કેટરિંગ
કેટરિંગ બિઝનેસ એવો છે જેમાં મેનપાવર અને વાસણોમાં રોકાણ કરવા સિવાય ખાસ ખર્ચ નથી થતો. આ રોકાણ લાંબાગાળાનું હોય છે.












Click it and Unblock the Notifications
