For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MF ઇન્વેસ્ટર્સે અવશ્ય જાણવા જેવી 9 મ્યુચ્યુઅલ ફંડ ટર્મ્સ

|
Google Oneindia Gujarati News

સ્ટોક માર્કેટમાં જ્યારે પણ તેજી આવે છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં પણ તેજી જોવા મળે છે. ભારતીય રોકાણકારે મ્યુચ્યુઅલ ફંડમાં સારી રોકાણ તક જોતા આવ્યા છે. અહીં અમે મ્યુચ્યુઅલ ફંડ સબંધિત 9 ટર્મ્સ કે શબ્દો જણાવી રહ્યા છીએ જે રોકાણકારોએ જાણવા જોઇએ. આ ટર્મ જાણવાથી રોકાણકારોને મ્યુચ્યુઅલ ફંડની પસંદગીમાં મદદ મળશે...

NAV શું છે?

NAV શું છે?


જ્યારે પણ મ્યુચ્યુઅલ ફંડ પબ્લિક ઓફર રજૂ કરે છે ત્યારે તે રૂપિયા 10ની સ્કીમ હોય છે. જ્યારે તેમાં નાણાનું રોકાણ કરવામાં આવે છે અને રોકાણ વૃદ્ધિ પામે છે, ત્યારે તેની નેટ એસેટ વેલ્યુ (NAV) ઉભી થાય છે. એટલે કે જ્યારે આપે તેને વેચો છો ત્યારે તેને નેટ એસેટ વેલ્યુને આધારે વેચો છો. નેટ એસેટ વેલ્યુ રૂપિયા 11 કે રૂપિયા 12 હોઇ શકે. જ્યારે રૂપિયા 9 થાય ત્યારે ખોટ જાય છે.

AMC

AMC


AMC એટલે એસેટ મેનેજમેન્ટ કંપની. એસેટ મેનેજમેન્ટ કંપની હોલ્ડિંગ કંપની જેવી જ હોય છે. તે વિવિધ મ્યુમ્યુઅપ ફંડ સ્કીમ્સ લાવે છે. રિલાયન્સ ગ્રોથ ફંડ (રિલાયન્સ મ્યુચ્યુઅલ ફંડ કંપની)એ રિલાયન્સ એસેટ મેનેજમેન્ટ કંપની શરૂ કરી છે.

પોર્ટફોલિયો મેનેજર્સ

પોર્ટફોલિયો મેનેજર્સ


મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સ દ્વારા જે નાણા એકત્ર કરવામાં આવે છે તેનું મેનેજમેન્ટ પોર્ટફોલિયો મેનેજર્સ કરે છે. તેઓ સ્કીમ્સના ખાસિયતો અનુસાર આ નાણા ઇક્વિટી કે ડેબ્ટ ફંડમાં રોકે છે. સ્કીમ્સના પરફોર્મન્સનો આધાર પોર્ટફોલિયો મેનેજર્સના નિર્ણયો પર રહેલો છે.

એન્ટ્રી અને એક્ઝિટ લોડ

એન્ટ્રી અને એક્ઝિટ લોડ


આ મ્યુચ્યુઅલ ફંડની મહત્વપૂર્ણ ટર્મ છે. આપ જેટલી વાર મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો તેટલી વાર આપે એન્ટ્રી અને એક્ઝિટ લોડ ચેક કરવો પડે છે. લોડનો અર્થ એ છે કે જેટલીવાર આપ ખરીદો છો તેટલીવાર આપે NAV કરતા વધારે ખર્ચ કરવો પડશે. જેટલી વાર આપ વેચાણ કરો છો તેટલી વાર NAV કરતા ઓછું મળે છે. રોકાણકારો માટે આ લાભદાયક નથી.

પોર્ટફોલિયો

પોર્ટફોલિયો


તમામ શેર્સ અને ડેબ્ટને સાથે લઇએ ત્યારે પોર્ટફોલિયો બને છે. દાખલા તરીકે કોઇ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાં રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેંક, બજાજ ઓટો, આઇડીબીઆઇ બેંક વગેરે જેવી કંપનીઓના શેર્સ હોય તો એક સાથે તેને પોર્ટફોલિયો કહેવામાં આવે છે.

એસેટ અંડર મેનેજમેન્ટ

એસેટ અંડર મેનેજમેન્ટ


જેટલા પણ નાણા રોકવામાં આવ્યા હોય તેના સરવાળાને એસેટ અંડર મેનેજમેન્ટ કહેવામાં આવે છે.
તેમાં માર્કેટની સ્થિતિ અને રોકાણકારોના આવન જાવન અનુસાર વધારો કે ઘટાડો થાય છે.

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન

સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન


મોટા ભાગના ઓપન એન્ડેડ મ્યુચ્યુઅલ ફંડ આપને દર મહિને નાની રકમનું રોકાણ કરવાની કે ત્રિમાસિક રોકાણ કરવાની સુવિધા આપે છે. આ વ્યવસ્થાને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન કહે છે. તે બેંકની રિકરિંગ ડિપોઝિટ જેવું કામ કરે છે.

NFO

NFO


ન્યુ ફંડ ઓફર બીજુ કંઇ નહી પણ જે તે મ્યુચ્યુઅલ ફંડ તરફથી નવી ઓફર છે જે રૂપિયા 10ના ભાવે ઉપલબ્ધ રહે છે.

ડેબ્ટ ડેડિકેટેડ સ્કીમ

ડેબ્ટ ડેડિકેટેડ સ્કીમ


ડેબ્ટ ડેડિકેટેડ સ્કીમ્સ એવી સ્કીમ્સ છે જે ઇક્વિટીને બદલે ડેબ્ટમાં નાણા રોકે છે. ડેબ્ટમાં જોખમ ઓછું હોય છે. આ સ્કીમ એવા રોકાણકારો માટે હોય છે જે ઓછું જોખમ લેવા માંગતા હોય છે.

English summary
9 mutual fund terms every mutual fund investor should know.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X