ભારતમાં 7 સૌથી સસ્તા અને શ્રેષ્ઠ હોમ લોન રેટ્સ
ભારતમાં હોમ લોન આપનારા ધિરાણકારો દ્વારા આપવામાં આવતા હોમ લોન રેટ્સમાં માત્ર માર્જિનલ વેરિએશન હોય છે. પરંતુ અહીં એ સમજવું જરૂરી છે કે ઘણીવાર માત્ર 0.50 ટકાથી 0.05 ટકાનો ફેર પણ અંતિમ રકમ ચૂકવણીમાં મોટો તફાવત સર્જી શકે છે. કારણ કે હોમલોનની રકમ મોટી હોય છે. જેના કારણે માર્જિનલ તફાવત પણ મોટો હોય છે. અહીં અમે વિવિધ ધિરાણકારો દ્વારા આપવામાં આવતી હોમલોન્સની વાત કરી રહ્યા છીએ. હોમ લોન રેટ્સની સરખામણી કરવા માટે અમે રૂપિયા 30 લાખ કે તેથી નીચેની લોનને આધાર તરીકે ઉપયોગ કર્યો છે...

SBI હોમ લોન્સ ફોર વિમેન
SBI હોમ લોન્સ ફોર વિમેન સૌથી સસ્તા દરે હોમ લોન આપે છે. આ માટે તેઓ માત્ર 10.10 ટકા વ્યાજ દરે વસૂલાત કરે છે. જો કે અંતિમ સરખામણી કરવા માટે કોઇપણ બેંકના પ્રોસેસિંગ અને અન્ય ચાર્જને ધ્યાનમાં લેવા જરૂરી છે.

ICICI બેંક હોમ લોન્સ ફોર વિમેન
ICICI બેંક હોમ લોન્સ ફોર વિમેન 10.10 ટકાના દરે હોમ લોન આપે છે. જો કે ક્યાંથી લોન લેવી તેનો નિર્ણય લેતા સમયે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જીસ ધ્યાનમાં લેવા જરૂરી છે.

HDFC હોમ લોન્સ
HDFC હોમ લોન્સ 10.15 ટકાના દરે વ્યાજ આપે છે. જો કે આ વ્યાજ દર 30સપ્ટેમ્બર, 2014 સુધી જ ઉપલબ્ધ રહેશે.

SBI હોમ લોન્સ (સામાન્ય, મહિલાઓ માટે નહીં)
SBI હોમ લોન્સ સામાન્ય વ્યક્તિને 10.15 ટકાના દરે હોમ લોન આપે છે. જે મહિલાઓને આપવામાં આવતી લોનની સરખામણીએ 5 બેસિસિ પોઇન્ટ વધારે છે.

UCO બેંક હોમ લોન્સ
UCO બેંક હોમ લોન્સ 10.25 ટકાના દરે લોન આપે છે.

કેનેરા બેંક
કેનેરા બેંક 10.25 ટકાના દરે હોમ લોન આપે છે.












Click it and Unblock the Notifications
