કેરોસીન સબસિડીને આ પેન્શન યોજના માટે, હવે આધાર ફરજિયાત

Posted By:
Subscribe to Oneindia News

અટલ પેન્શન યોજના અને સબસિડી પર મળતા કેરોસીનના ફાયદા માટે હવે આધાર નંબર હોવો જરૂરી બનશે. એવામાં જે લોકો જોડે આધાર નંબર નથી તેમણે જલ્દી જ પોતાનો આધાર કાર્ડ કરાવી લેવો જોઇએ. તમને જણાવી દઇએ કે કેરોસિનની સબસીડિ માટે આધાર લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે તો અટલ પેન્શન યોજના માટે છેલ્લી તારીખ 15 જૂન છે. તો જો તમે આ બન્ને યોજનાઓનો લાભ મેળવવા ઇચ્છતા હોવ તો તમારે આધારનું નોંધણી કરણ કરાવવું જરૂરી છે.

ત્યાં સુધી શું કરવું?

ત્યાં સુધી શું કરવું?

અટલ પેન્શન યોજના માટે આધાર નંબરની અરજી કરવાની છેલ્લી તારીખ 15 જૂન છે. જો તમારી જોડે ત્યાં સુધી તમારો આધાર નંબર નથી આવતો તો તમે રાશન કાર્ડ, ડ્રાઇવિંગ કાર્ડ, વોટર આઇટી દ્વારા કામ ચલાવી શકો છો. પણ માત્ર 15 જૂન સુધી જ.

આધાર લિંક

આધાર લિંક

તે પણ સુનિશ્ચિત કરવામાં આવશે કે રાશન કાર્ડ અને સબસિડી વાળું બેંક એકાઉન્ટ પણ આધાર કાર્ડ સાથે જોડાયેલું હોયું. આમ કરવાથી બેંક એકાઉન્ટ દ્વારા તમે સરળતાથી કેશ ટ્રાંસફર કે નીકાળી પણ શકશો. ઉલ્લેખનીય છે કે સરકારનો આધાર કાર્ડથી આ તમામ વસ્તુઓને જોડાવા પાછળ ખાલી એક જ હેતું છે કે જરૂરીયાતમંદ વ્યક્તિ સુધી આ તમામ સરકારી સેવા પહોંચી શકે અને તે તેનો યોગ્ય લાભ ઉઠાવી શકે.

અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના

અટલ પેન્શન યોજના ભારતના 18 થી 40 વર્ષના નાગરિકો માટે છે. તમે કોઇ પણ અન્ય આવી પેન્શન યોજના સાથે જોડાયેલા ના હોવ તો તમે આ યોજનાનો લાભ લઇ શકો છો. અને તમારી પાછલી જિંદગીમાં પેન્શન મેળવી શકો છો. જે લોકોની આર્થિક સ્થિતિ સારી ના હોય તેમના માટે આ સેવા ખુબ જ લાભકારી છે અને તમે આ દ્વારા પેન્શન મેળવી શકો છો.

આધાર કાર્ડ અને પાનકાર્ડને

આધાર કાર્ડ અને પાનકાર્ડને

હાલમાં જ આધાર કાર્ડ અને પાનકાર્ડને જોડવું જરૂરી બની ગયું છે. ત્યારે કેટલાક લોકો આધાર કાર્ડમાં પોતાના નામ કે સરનામાંના ભૂલના કારણે પાનકાર્ડને પાન કાર્ડ સાથે જોડી નથી શકતા. ત્યારે જો તમારા આધાર કાર્ડમાં કોઇ ભૂલ હોય તો ઓનલાઇન આ રીતે તેની ઠીક કરી શકો છો. કેવી રીતે જાણો અહીં ક્લિક કરીને.

English summary
The Aadhaar card has now been made mandatory for the government subsidy on purchase of kerosene and for benefits of the Atal Pension Yojana.
Please Wait while comments are loading...