For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક વિકાસની ગતિ ધીમી રહી પરંતુ ભારત હજુ મંદીથી દૂર છેઃ IMF MD

ભારતની સુસ્ત પડેલી આર્થિક ગતિ દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જૉર્જીવાનુ મોટુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ભારતની સુસ્ત પડેલી આર્થિક ગતિ દરમિયાન આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટલીના જૉર્જીવાનુ મોટુ નિવેદન આવ્યુ છે. આઈએમએફના એમડીએ કહ્યુ કે ભારતની અર્થવ્યવસ્થામાં વર્ષ 2019માં આવેલા અચાનક ઘટાડાના કારણે બિન બેંકિંગ સેક્ટરમાં હલચલ અને સરકાર દ્વારા લેવાયેલા મહત્વના પગલા જેવા કે જીએસટી, નોટબંધી છે. તેમણે કહ્યુ કે પરંતુ અર્થવ્યવસ્થામાં આવેલ અચાનક ઘટાડો મંદી નથી. જૉર્જીવાએ કહયુ કે એ સાચુ છે કે 2019માં ભારતમાં અર્થવ્યવસ્થામાં ઘટાડો થયો છે. અમારે વિકાસના અનુમાનને ઘટાડીને પાંચ ટકાથી નીચે કરવો પડ્યો છે. અમે આશા રાખીએ કે વર્ષ 2020માં આ 5.8 ટકા સુધી પહોંચશે અને 2021માં તે 6.5 ટકાની ગતિથી આગળ વધશે.

આર્થિક વિકાસમાં ઘટાડો મંદી નહિ

આર્થિક વિકાસમાં ઘટાડો મંદી નહિ

આઈએમએફના એમડીએ કહ્યુ કે એવુ લાગે છે કે અર્થવ્યવસ્થામાં ઘટાડાનુ મુખ્ય કારણ બિનબેકિંગ નાણાકીય સંસ્થાઓમાં અશાંતિના કારણે આવુ થયુ છે. આઈએમએફના એમડીનુ નિવેદન ભારતાં રજૂ થાર સામાન્ય બજેટના એક દિવસ પહેલા આવ્યુ છે. જૉર્જીવાએ કહ્યુ કે ભારતે સુધારા માટે અમુક મહત્વના પગલા લીધા છે કે જે આવનારા સમયમાં ભારત માટે હિતકારી હશે પરંતુ આનો અલ્પકાળ માટે પ્રભાવ જરૂર દેખાશે. ઉદાહરણ માટે જીએસટી અને નોટબંધી સરકારના આવા જ નિર્ણયો છે કે જે દીર્ઘકાળમાં ભારત માટે લાભકારી સાબિત થઈ શકે છે.

બજેટ પર રાખવી પડશે નજર

બજેટ પર રાખવી પડશે નજર

એમડીએ કહ્યુ કે ભારતમાં ખૂબ જ વધુ નાણાકીય અવકાશ નથી. અમે આ વાતને સમજીએ છીએ, અમારે એ જોવાનુ રહેશે કે રજૂ થનાર બજેટ કઈ દિશામાં જાય છે. મીડિયમ ટર્મની વાત કરીએ તો આઈએમએફ આ વિશે આશાવાન છે, આ જ કારણ છે કે દેશમાં વિકાસની ક્ષમતા વધી રહી છે. વર્તમાન આર્થિક વિકાસની ધીમી ગતિને મંદી ગણી શકાય નહિ, હજુ ભારત તેનાથી ઘણુ દૂર છે. જો કે આર્થિક વિકાસમાં આવેલા ઘટાડો ઘણો મહત્વનો પરંતુ તેમછતાં આ મંદી નથી.

આઈએમએફે ઘટાડ્યુ વિકાસ દરનુ અનુમાન

આઈએમએફે ઘટાડ્યુ વિકાસ દરનુ અનુમાન

તમને જણાવી દઈએ કે આંતરાષ્ટ્રીય મુદ્રાકોષ(આઈએમએફ)એ વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતના આર્થિક વૃદ્ધિદરના અનુમાનને ઘટાડીને 4.8 ટકા કરી દીધુ છે. આઈએમએફે 2021માં વિકાસદર 6.5 ટકા રહેવાનુ અનુમાન લગાવ્યુ હતુ. હવે આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે ફરીથી એકવાર ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય જીડીપી ગ્રોથના અનુમાનને 160 આધાર પોઈન્ટ એટલે કે 1.6 ટકા ઘટાડી દીધુ છે. સાથે જ નાણાકીય વર્ષ 2020-21 માટે પણ જીડીપી ગ્રોથનુ અનુમાન 120 આધાર પોઈન્ટ એટલે કે 1.20 ટકા ઘટાડીને 7 ટકાથી 5.8 ટકા કરી દીધુ છે.

આ પણ વાંચોઃ નિર્ભયા ગેંગરેપઃ આ કાયદાના કારણે નરાધમોની ફાંસીમાં વારંવાર થઈ રહ્યો છે વિલંબઆ પણ વાંચોઃ નિર્ભયા ગેંગરેપઃ આ કાયદાના કારણે નરાધમોની ફાંસીમાં વારંવાર થઈ રહ્યો છે વિલંબ

English summary
abrupt slowdown in Indian economy in 2019 is not recession says IMF MD.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X