For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટૂંક સમયમાં રોકાણની તમામ વિગત એક જ ડીમેટ ખાતાથી મેળવી શકાશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 1 જુલાઇ : ભારતીય રોકાણકારો માટે ઝંઝટમુક્ત ઓછી કરાવતા અચ્છે દિન આવવાના છે. કારણ કે આવનારા સમયમાં ભારતીય રોકાણકારો તેમની ફિક્સ ડિપોઝિટની વિગતો, મ્યુચ્યુઅલ ફંડની વિગતો, સ્ટોક્સ અને ઇન્શ્યોરન્સ સંબંધિત વિગતો પેપરલેસ સ્વરૂપમાં અથવા તો એમ કહો કે ડિમટિરિયલાઇઝ્ડ એકાઇન્ટ (ડીમેટ એકાઉન્ટ) દ્વારા મેળવી શકશે. આ માટે આર્થિક ક્ષેત્રના નિયામકોએ આ પ્રોજેક્ટના પ્રથમ તબક્કા પર કામ શરૂ કરી દીધું છે. આ પ્રોજેક્ટથી વ્યક્તિના નાણાકીય ઇતિહાસની નોંધ લેવાની શરૂ થઇ જશે.

આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા - આરબીઆઇના ગવર્નરની અધ્યક્ષતામાં નાણાકીય સ્થિરતા અને આંતર નિયંત્રણ સંકલન પર નજર રાખતા નિયંત્રકોની એક ફોરમની પેટા કમિટી ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલ (એફએસડીસી) આ યોજના ઉપર કામ કરી રહી છે. નોંધનીય છે કે પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમે તેમના વચગાળાના બજેટમાં તમામ પ્રકારના નાણાકીય રોકાણ માટે એક ડીમેટ એકાઉન્ટની વાત કર્યા બાદ આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરવામાં આવ્યું છે.

rbi-1

આ સ્માર્ટ ડીમેટ એકાઉન્ટ જુદા જુદા સેક્ટરના કેવાયસીની ઝંઝટમાંથી મુક્તિ અપાવશે. આ પ્રોજેક્ટના બીજા તબક્કામાં પેન્શન અને પીપીએફ અકાઉન્ટની જાણકારી પણ જોડવામાં આવશે. દેશની સૌથી મોટી ડિપાઝિટરી એનએસડીએલના મુજબ તે આ પ્રોજક્ટના માટે પૂરી રીતે તૈયાર છે. વર્તમાન સમયમાં નિયંત્રકો સિક્યુરિટીની વ્યાખ્યાનો અભ્યાસ ડિપોઝિટરી એક્ટના અભ્યાસ દ્વારા કરી રહ્યા છે. જેથી આ નિયમના અમલમાં કોઇ મુશ્કેલી ઉભી થાય નહીં.

નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચના જુલાઇ 2011ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં 227.84 મિલિયન પરિવાર છે. તેમાંથી માત્ર 10.74 ટકા પરિવારો જ સરકારી બોન્ડ, ડિબેન્ચર અને ખાનગી કંપનીઓની મૂડી, મ્યુચ્યુઅલ ફંડ તેમજ ડેરિવેટિવ્સમાં રોકાણ કરે છે. જ્યારે બાકીના 89.26 ટકા પરિવારો પરંપરાગત રોકાણ માધ્યમો જેમ કે પોસ્ટ ઓફિસ, પેન્શન સ્કીમ, પબ્લિક ઇન્શ્યોરન્સ સ્કીમ, બેંક ડિપોઝિટ, કોમોડિટી, રિયલ એસ્ટેટ અને કિંમતી ધાતુઓમાં રોકાણ કરે છે.

English summary
Access of all investment details from one Demat account soon.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X