ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ વધારો

ફરી મોંઘું થયું પેટ્રોલ, ડીઝલની કિંમતમાં પણ વધારો

અમદાવાદઃ 20 દિવસની રાહત બાદ પેટ્રોલ અને ડીઝલમાં છેલ્લા 3 દિવસથી ફરી ભાવ વધારો શરૂ થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 37 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં આજે 31 પૈસાનો વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 66.40 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે જ્યારે ડીઝલ 65.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર અમદાવાદ જ નહિ બલકે ચારેય મહાનગરોમાં આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ભાવ વધારો નોંધાયો છે. દક્ષિણ ભારતની વાત કરીએ તો ચેન્નઈના તમિલનાડુમાં આજે પેટ્રોલની કિંમતમાં 40 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલ 31 પૈસા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ તમિલનાડુમાં પેટ્રોલ આજે 71.47 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 66.01 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ નાગરિકોને કમર તોડી છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 38 પૈસાનો વધારો ઝીંકાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 29 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ 68.88 રૂપિયા પ્રતિ લીટર પર અને ડીઝલ 62.53 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈકરોને પણ પેટ્રોલ અને ડીઝલ રવડાવે તેમ છે. આજે મુંબઈમાં પેટ્રલની કિંમતમાં 37 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 31 પૈસા પ્રતિ લીટર દીઠ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ આજે મુંબઈમાં પેટ્રોલ 74.53 રૂપિયા પ્રતિ લીટર પર જ્યારે ડીઝલ 65.43 રૂપિયા પ્રતિ લીટર પર વહેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X