For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોટબંધી બાદ વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારીમાં છે મોદી સરકાર

મોદી સરકારે નોટબંધી દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર લગામ લગાવવાની કોશિશ કરી. હવે મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારે પોતાના ગયા કાર્યકાળમાં મોટો નિર્ણય લઈને નોટબંધી કરી કાળા નાણાં પર લગામ લગાવવાની કોશિશ કરી. મોદી સરકારે નોટબંધી દ્વારા ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર લગામ લગાવવાની કોશિશ કરી. હવે મોદી સરકારે વધુ એક મોટો નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. મોદી સરકાર બેનામી સંપત્તિ પર લગામ લગાવવાની તૈયારી કરી રહી છે. પ્રધાનમંત્રી હવે પોતાના બીજા કાર્યકાળમાં બેનામી સંપત્તિ વિશે મોટો નિર્ણય લેવા જઈ રહી છે. માનવામાં આવી રહ્યુ છે કે ટૂંક સમયમાં આ વિશે ઘોષણા કરી દેવામાં આવશે.

નોટબંધી બાદ મોદી સરકાર લઈ શકે આ મોટો નિર્ણય

નોટબંધી બાદ મોદી સરકાર લઈ શકે આ મોટો નિર્ણય

બેનામી સંપત્તિ પર લગામ લગાવવા માટે મોદી સરકાર આધાર અનિવાર્ય કરી શકે છે. સરકાર સંપત્તિને આધાર સાથે લિંક કરવાની તૈયારી કરી રહી છે. જો સરકારે સંપત્તિને આધાર સાથે લિંક કરી દેવામાં આવશે તો મોટી સંખ્યામાં બેનામી સંપત્તિનો ખુલાસો થઈ જશે.

આધાર થશે અનિવાર્ય

આધાર થશે અનિવાર્ય

સંપત્તિની કિંમતોમાં ઘટાડો થયો છે. 2016થી લઈને અત્યારસુધી સંપત્તિના ભાવ કંટ્રોલમાં છે. જો સરકાર સંપત્તિને આધાર સાથે લિંક કરવાનો આદેશ આપે તો બેનામી સંપત્તિનો ખુલાસો થઈ જશે અને સંપત્તિના ભાવ ઘટશે. જો સંપત્તિના ભાવ ઘટશે તો કેન્દ્ર સરકાર લોકોને સસ્તા ઘર આપવામાં સફળતા મેળવી લેતી. આધાર લિંક પર થવાથી સંપત્તિના ભાવમાં છેતરપિંડી ન કરી શકાય. વળી, બેનામી સંપત્તિ રાખનારો ખુલાસો થઈ જશે.

આ પણ વાંચોઃ ગમે તેટલી તૂ-તૂ મે-મે વધી જાય, પાર્ટનરને આવુ ક્યારેય ન કહેશોઆ પણ વાંચોઃ ગમે તેટલી તૂ-તૂ મે-મે વધી જાય, પાર્ટનરને આવુ ક્યારેય ન કહેશો

શું થશે ફાયદો

શું થશે ફાયદો

સમાચારો એ પણ આવી રહ્યા છે કે સરકાર આધારને સંપત્તિ સાથે લિંક કરવા માટે બનાવવામાં આવનાર કાયદો અંતિમ ચરણમાં છે. જો આવુ થાય તો બેનામી સંપત્તિના વિરોધમાં સરકારનુ મોટુ પગલુ હશે. આ કાયદો બેનામી સંપત્તિની લેવડ-દેવડ ખતમ કરવા સાથે સાથે સંપત્તિની કિંમતોને પણ નિયંત્રિત કરશે અને આનાથી પારદર્શિતા વધશે. સાથે જ આનાથી સંપત્તિ વધુ સસ્તી થઈ જશે. વળી, જાણકારો એમ પણ માને છે કે આધારને સંપત્તિ સાથે લિંક કરવાથી લેવડ-દેવડમાં સરળતા રહેશે. આનાથી સંપત્તિના ભાવ ઘટશે એટલુ જ નહિ પરંતુ આ ફાઈનાન્સ તરીકે પણ મદદ કરી શકે છે. તેમણે કહ્યુ કે આધાર-પ્રોપર્ટી લિંકિંગથી હોમ લોન, પ્રોપર્ટી લેવડ-દેવડ, ખરીદ-વેચાણમાં સરળતા રહેશે.

આધાર લિંકિંગથી શું થશે

આધાર લિંકિંગથી શું થશે

સંપત્તિને આધાર સાથે લિંક કરવા પર તમે મુશ્કેલીથી બચી શકશો. આધાર સાથે લિંક સંપત્તિ પર કબ્જો થાય તો તેને છોડાવવી સરકારની જવાબદારી હશે અથવા પછી સરકાર વળતર આપશે પરંતુ જો તમારી સંપત્તિ આધાર સાથે લિંક નહિ હોય તો તેની જવાબદારી સરકાર નહિ લે. ઘણી રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યુ છે કે આધારને સંપત્તિ સાથે લિંક કરવી ઑપ્શનલ હશે. અત્યારે સરકાર તરફથી આના પર વિસ્તારથી માહિતી આપવામાં આવી નથી.

English summary
after the decision of demonitisation modi government plan for big decision adhar linking mandatoryfor property
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X