Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આવતીકાલથી લો સસ્તી એર ટિકિટ, આ કંપનીએ આપી છે તક

સસ્તી ઉડાન સેવા (Budget airlines)આપનારી વિમાન કંપની એર એશિયા (Air Asia) એ મર્યાદિત અવધિ માટે તેમના ભાડા પર 20% ડિસ્કાઉન્ટની ઓફર (Discount Air Ticket Offer) આપી છે.

સસ્તી ઉડાન સેવા (Budget airlines)આપનારી વિમાન કંપની એર એશિયા (Air Asia) એ મર્યાદિત અવધિ માટે તેમના ભાડા પર 20% ડિસ્કાઉન્ટની ઓફર (Discount Air Ticket Offer) આપી છે. આ ઓફર દરમિયાન લોકો ઘરેલુ પ્રવાસ તેમજ વિદેશી મુસાફરી માટે એર ટિકિટ (Air Ticket) બુક કરાવી શકે છે. એર એશિયામાં ટાટા જૂથના 51% અને મલેશિયાની એર એશિયા (Air Asia) 49% હિસ્સેદારી ધરાવે છે.

આ પણ વાંચો: 27 વર્ષની CEO નો કમાલ, 4 વર્ષમાં 1605 કરોડ રૂપિયાનું ફંડિંગ ભેગું કર્યું

18 મી ફેબ્રુઆરીથી ટિકિટ મળવાની શરૂ થશે

18 મી ફેબ્રુઆરીથી ટિકિટ મળવાની શરૂ થશે

એર એશિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7-દિવસની આ ઓફર (Discount Air Ticket Offer) 18 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ સમયગાળામાં ખરીદવામાં આવેલી એર ટિકિટ પર 25 ફેબ્રુઆરીથી 31 જુલાઈ વચ્ચે યાત્રા કરી શકાશે. નિવેદન અનુસાર, આ ડિસ્કાઉન્ટ કંપનીની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશન દ્વારા કરવામાં આવતી બધી બુકિંગ્સ પર ઉપલબ્ધ થશે. મુસાફરો સેલ દરમિયાન ઘરેલુ મુસાફરી સાથે સાથે વિદેશી યાત્રા માટે પણ ટિકિટ બુક કરાવી શકે છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુનિલ ભાસ્કરનએ જણાવ્યું હતું કે ડિસ્કાઉન્ટ એર ટિકિટ ઓફર સાથે મુસાફરો રજાઓ દરમિયાન ઓછા બજેટમાં પણ વિશ્વના ઘણા સ્થળોએ મુસાફરી કરી શકે છે.

જાણો ટિકિટ બુક કરવા માટે યોગ્ય સમય

જાણો ટિકિટ બુક કરવા માટે યોગ્ય સમય

ફ્લાઇટના ટેક ઑફ કર્યા પછી એરલાઇન કંપની એર ટિકિટ વેચી શકતી નથી. તેથી મોટાભાગની એરલાઇન્સ કંપનીઓ શક્ય હોય એટલી ઝડપથી બેઠકો ભરવા માંગે છે. એટલા માટે તમારી ટિકિટ શક્ય હોય તેટલી વહેલી તકે બુક કરાવો.

ટિકિટ રીફંડડેબલ છે કે નહીં, તે જરૂર જાણો

ટિકિટ રીફંડડેબલ છે કે નહીં, તે જરૂર જાણો

નૉન રીફંડડેબલ ટિકીટોમાં એરલાઇન્સ તેમના ખોટ માટે વળતર આપવાનો પ્રયાસ કરે છે. સસ્તી ઓફરને લીધે બેઠકો ઝડપથી ભરાઈ જાય છે. તેથી જો તમારી મુસાફરીમાં કોઈ તકલીફ હોય, તો હંમેશા રીફંડપાત્ર ટિકિટ ખરીદો. એરલાઇન્સ (ટ્રાવેલ એજન્ટ) કંપનીઓ પહેલેથી જ ટિકિટ પરત કરી શકાય કે નહીં તે અંગેની માહિતી આપી દે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X