JIOને ભૂલી જવાય તેવો છે Airtelનો જોરદાર પ્લાન!

ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં જીયોના આવ્યા પછી તમામ કંપનીઓ તેના ગ્રાહકો તેના પોતાના જ રહે તે માટે નીતનવી ઓફર લાવે છે. એરટેલ પણ લાવ્યું છે જાણો આ 399નો પ્લાન.

ટેલીકોમ કંપનીઓ વચ્ચે હાલ ગળાકાપ સ્પર્ધા ચાલી રહી છે. જીયો, વોડાફોન એરટેલ તમામ કંપની 4જી ડેટાની સારામાં સારી ઓફર આપીને પોતાના ગ્રાહક બચાવવા લાગી છે. વળી એરટેલ અને જીયો વચ્ચેનું યુદ્ધ તો જગજાહેર છે. ત્યારે હાલમાં જ એરટેલે એક નવો પ્લાન નીકાળ્યો છે. જે જીયોને ટક્કર આપવા સક્ષણ છે. તો શું છે એરટેલનો નવો પ્લાન જાણો અહીં....

એરટેલનો 399 પ્લાન

એરટેલનો 399 પ્લાન

મીડિયા સુત્રોથી મળેલી જાણકારી મુજબ એરટેલે 399 રૂપિયાનો એક નવો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન 70 દિવસ માટે છે. આ પ્લાન તેના ગ્રાહકોને 70 દિવસ સુધી અનલિમિટેડ કોલિંગ અને ડેટાની સુવિધા આપે છે.

1 જીબી ટેડા

1 જીબી ટેડા

સાથે જ રિપોર્ટ મુજબ આ પ્લાન હેઠળ કોઇ પર નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ મળશે. સાથે જ 70 જીબી ડેટા આપવામાં આવશે. યુઝર પ્રતિ દિવસ 1 જીબી ડેટા વાપરી શકશે. આમ જીયોની જેમ એરટેલ પણ દિવસનો 1 જીબી ડેટા તેના ગ્રાહકોને આપી રહ્યું છે. જો આ પ્લાન ખાલી 4જી યુઝર્સ માટે છે. જે લોકો જોડે 4જી હેન્ડસેટ છે તે આ પ્લાનનો ઉપયોગ કરી શકે છે.

244 રૂપિયાનો પ્લાન

244 રૂપિયાનો પ્લાન

આ સિવાય એરટેલે વધુ એક પ્લાન લોન્ચ કર્યો છે. જેમાં 244 રૂપિયામાં 70 દિવસ સુધી અનલિમિટેડ ડેટા આપવામાં આવશે. સાથે જ અનલિમિટેડ એરટેલ ટૂ એરટેલ કોલિંગની સુવિધા પણ આપવામાં આવશે. આ પ્લાન હેઠળ યુઝર્સ પાસે 4જી હેન્ડસેટ હોવો જરૂરી છે.

648 રૂપિયાનો પ્લાન

648 રૂપિયાનો પ્લાન

આ સિવાય જીયોના 509 પ્લાનને ટક્કર આપવા એરટેલે 648 રૂપિયાનો પ્લાન આપ્યો છે. જેમાં તમામ નેટવર્કમાં અનલિમિટેડ કોલિંગ સાથે 2 જીબી 4જી ડેટા રોજ મળશે. આ પ્લાન 90 દિવસનો છે.

જીયોની ઓફર સાથે કરો સરખામણી

જીયોની ઓફર સાથે કરો સરખામણી

એરટેલની ઓફર તો અમે તમને ઉપર જણાવી દીધી. પણ રિલાયન્સ જીયો પોતાના ગ્રાહકોને મફતમાં સેવા આપવા માટે ઘન ઘના ઘન ઓફર લાવી છે. તો જો તમે હજી સુધી આ ઓફરથી અજાણ હોવ તો વાંચો આ સમાચાર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X