જીયોને ટક્કર આપશે એરટેલ, લાવશે 2500 રૂપિયાનો ફોન

Written By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની એરટેલ વચ્ચે આરપારની લડાઇ રમવાની ચાલુ છે. રિલાયન્સના જીયોફોનની ભારે ડિમાન્ડને જોતા એરટેલ જીયોને ટક્કર આપવા માટે એરટેલ પણ મોટો ધમાકો કર્યો છે. જીયોફોન પછી એરટેલ પણ સસ્તો 4જી સ્માર્ટફોન લોન્ચ કરી રહી છે. એરટેલે જલ્દી જ 2500-2700 રૂપિયાનો 4જી સ્માર્ટફોન લાવવાની જાહેરાત કરી છે. તો શું હશે Airtel 4G Smartphone માં જાણો અહીં...

airtel

2500 હજારનો ફોન

એરટેલે જીયોને ટક્કર મારવા માટે 2500 હજાર રૂપિયાના 4જી સ્માર્ટફોન લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ સિવાય મોબાઇલ ફોન બનાવનારી કંપની સાથે પણ એરટેલ હાલ વાતચીત કરી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જીયોની જેમ જ આ ફોનની કિંમત પણ ખૂબ જ ઓછી હશે. આ ફોન પણ 2500 રૂપિયાથી લઇને 2700 રૂપિયાની વચ્ચે હશે તેમ માનવામાં આવે છે.

airtel

જીયોને ટક્કર

એરટેલનો આ સ્માર્ટફોન રિલાયન્સ જીયોને ચોક્કસથી ટક્કર આપશે. કારણ કે જીયોનો ફોન 1500 રૂપિયામાં આવશે. પણ જીયોના બદલે એરટેલનો ફોન સંપૂર્ણપણે સ્માર્ટફોન હશે અને આ માટે જ તેની કિંમત જીયો ફોનથી થોડી વધુ હશે. ત્યારે જીયોની જેમ જ એરટેલનો ફોન પણ દિવાળીની આસપાસ આવશે તેમ મનાઇ રહ્યું છે.

airtel


એરટેલ ફોન

માનવામાં આવે છે કે એરટેલ 4જી સ્માર્ટફોન દિવાળીની આસપાસ લોન્ચ થશે. અને સાથે જ તેમાં એરટેલનો સારો ડેટા પ્લાન પણ હશે. ફોનમાં 4 ઇંચનું ડિસપ્લે, ડ્યૂઅલ સિમ પણ હશે અને વોઇસ કોલિંગ સમેત 1 જીબી રેમ અને એક્સર્ટનલ મેમરીની સુવિધા પણ હશે. જો કે નોંધનીય છે કે આ ફોનને લઇને એરટેલે કોઇએ અધિકૃત જાહેરાત નથી કરી.

English summary
After Reliance Jio introduced its 4G feature phone aka JioPhone, Airtel is reportedly preparing to bring a low-cost 4G smartphone.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.