For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Airtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફર

Airtel: પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાનમાં ગ્રાહકોને મળશે કેટલીય ઑફર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દરેક ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જોડી રાખવા માટે નવા ગ્રાહકોને લોભાવવા માટે ઢગલાબંધ ઑફર્સ લઈને આવતી રહે છે. કેટલીક વાર એવું થાય છે કે ગ્રાહકો લાભ ઉઠાવવા માટે ટેલિકોમ કંપની જ સ્વીચ કરી દેતા હોય છે. માટે જ ટેલિકોમ કંપનીઓ પોતાના પ્લાનની સાથોસાથ અલગ અલગ બેનિફિટ્સ ઑફિર કરતી હોય છે.

આજે અમે તમને એરટેલના એવા જ પ્લાન વિશે જણાવશું જે ફ્રી બેનિફિટ્સની સાથે આવે છે. એરટેલે હાલમાં જ પોતાના રિચાર્જ પ્લાનમાં નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન આપવાનું બંધ કરી દીધું હતું. અગાઉ પોતાના સિલેક્ટેડ પ્લાનમાં ભારતી એરટેલે 3 મહિના માટે ફ્રી સબ્સ્ક્રિપ્શન ઑફર કરતી હતી. પરંતુ હવે ટેલિકોમ કંપની પોતાના પ્રીપેડ અને પોસ્ટપોડ યૂઝર્સને એમેઝોન પ્રાઈમની મફતમાં મેમ્બરશિપ ઑફર કરે છે.

એરટેલ પ્રીપેડ પ્લાન ફ્રી એમેઝોન પ્રાઈમ

એરટેલ પ્રીપેડ પ્લાન ફ્રી એમેઝોન પ્રાઈમ

એરટેલ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીઓમાં સામેલ છે. કંપની જે પ્લાનમાં ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશીપ ઑફર કરે છે, તેની કિંમત 349 રૂપિયાથી શરૂ થાય છે. કંપની કેટલાય બીજા બેનિફિટ્સ પણ ઑફર કરે છે. પરંતુ સૌથી ખાસ છે એક મહિનાનું ફ્રી એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન.

જો તમે એમેજોન પ્રાઈમનું એક મહિનાનું સબ્સક્રિપ્શન લેવા માંગો છો તો મહિને 129 અને વર્ષે 999 ચૂકવવા પડે ચે. આ રિચાર્જ પ્લાન સાથે તમને દરરોજ 2 જીબી હાઈ સ્પીડ ડેટા મળશે. ડેલી ડેટા ખત્મ થયા બાદ લિમિટ ઘટી જાય છે. દરરોજ 100 મેસેજ મળે છે. વિંક મ્યૂઝિક, એરટેલ એક્સટ્રીમ, ફ્રી હેલોટ્યૂન, Shaw Academy ઑનલાઈન કોર્સ અને ફાસ્ટ ટેગ લેવા પર 150 રૂપિયાનું કેશ બેક મળે છે.

એરટેલ પોસ્ટપેડ પ્લાનમાં આ ઑફર મળશે

એરટેલ પોસ્ટપેડ પ્લાનમાં આ ઑફર મળશે

પોસ્ટપેડ પ્લાન ખરીદનાર એરટેલ યૂઝરને પણ કંપની ફ્રી એમેઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શન આપે છે. જો તમે 499 રૂપિયાવાળા એરટેલ પ્લાન લે છે તો તમારે એક વર્ષની ફ્રી એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ મળશે. આ પ્લાન સાથે કંપની અનલિમિટેડ કૉલિંગ, 100 એસએમએસ દરરોજ અને 75જીબી ડેટા પણ દરરોજ ઑફર કરે છે.

આ ઉપરાંત જગરનૉટ બુક્સ, એરટેલ એક્સટ્રીમ, વિંક પ્રીમિયમ, જી5 જેવી સુવિધાઓ પણ મળે છે. આ ઉપરાંત બીજા ફેમિલી પોસ્ટપેડ પ્લાન પણ છે જેમમાં એક વર્ષ માટે એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ મળે છે. આ પ્લાનની કિંમત 749 રૂપિયા અને 999 અને 15999 રૂપિયા છે.

4 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ

4 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સ્યોરન્સ

એરટેલ પોતાના 179 રૂપિયા અને 279 રૂપિયાવાળા પ્લાનમાં લાઈફ ઈન્શ્યોરન્સ કવર ઑફર કરી રહી છે. 179 રૂપિયાવાળા પ્લાનમાં ભારતી એક્સા લાઈફ તરફતી 2 લાખ રૂપિયાનો લાઈફ ઈંશ્યોરન્સ મળે છે. પ્લાનમાં મળતા બેસિક બેનિફિટ્સની વાત કરીએ તો આમાં તમને કોઈપણ નેટવર્કક માટે અનલિમિટેડ કોલિંગ, 2જીબી ડેટા અને 300 ફ્રી એસએમએસસ મળે છે.

આ ઉપરાંત આ પ્લાનના સબ્સક્રાઈબરને અનલિમિટેડ હેલો ટ્યૂન્સ અને વિંકક મ્યૂજિકને ફ્રીમાં એક્સેસ કરી શકશે. જ્યારે એરટેલની 279 રૂપિયાવાળા વાત કરીએ તો તેમાં એચડીએફસી લાઈફ તરફથી 4 લાખ રૂપિયાનો લાઈફ ઈન્સોયરન્સ આપવામાં આવી રહ્યો છે. પ્લાનમાં દરરોજ 1.5 જીબી ડેટા અને 100 ફ્રી એસએમએસ સાથે ટ્રૂ અનલિમિટેડ વોઈસ કોલિંગ મળે છે.

શેર બજારમાં ગિરાવટ, સેંસેક્સ-નિફ્ટી થયા ધડામ, રિલાયન્સના શેર પણ કમજોરશેર બજારમાં ગિરાવટ, સેંસેક્સ-નિફ્ટી થયા ધડામ, રિલાયન્સના શેર પણ કમજોર

English summary
Airtel Customers Will Get Many Free Offers On Prepaid And Postpaid Plans
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X