Airtel યુઝર માટે સારા સમાચાર, ગ્રાહકોને મળી રહ્યા છે 1000 GB ડેટા FREE
ટેલિકોમ કંપની જિયોના Jio Giga Fiber બ્રોડબેન્ડની જાહેરાતથી ટેલિકોમ કંપનીઓ વચ્ચે હલચલ ઊભી થઈ છે.
ટેલિકોમ કંપની જિયોના Jio Giga Fiber બ્રોડબેન્ડની જાહેરાતથી ટેલિકોમ કંપનીઓ વચ્ચે હલચલ ઊભી થઈ છે. જિયો ગિગાફાઇબરના આવવાની ખબર પછી, બાકીની કંપનીઓએ તેને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લીધી છે. એરટેલએ પણ જિયો સામે કોમ્પિટિશન માટે મોટી યોજનાઓ બનાવી છે, જેના હેઠળ કંપનીએ તેના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને 1000 જીબી સુધીના બોનસ ડેટા આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો: RBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું

એરટેલ 1000 GB ફ્રી ડેટા આપશે
ભારતમાં, એરટેલ અને ACT ફાઇબરનેટએ નવા ગ્રાહકોને કનેક્ટ કરવાની નવી તૈયારી કરી છે. કંપનીએ નવા ગ્રાહકોને એક સાથે લાવવા તેમજ તેમના વપરાશકર્તાઓને જિયો ગીગા ફાઇબરની આકર્ષક ઓફરથી બચાવી રાખવા માટે નવી યોજનાઓ બનાવી લીધી છે. ભારતી એરટેલે તેના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓ માટે 1000 જીબી સુધીના બોનસ ડેટાની જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત, કંપની તેના બ્રોડબેન્ડ વપરાશકર્તાઓને બ્રોડબેન્ડ પ્લાનમાં મળેલા ડેટા ઉપરાંત 1000 જીબી ડેટા બોનસ તરીકે આપશે.

આ શરતો હશે
આ ઓફર બધી બ્રોડબેન્ડ યોજનાઓ માટે નથી. તેનો અર્થ એ છે કે જો તમે એરટેલની કેટલીક ખાસ યોજનાઓ લીધી છે, તો જ તમને 1000 જીબી બોનસ ડેટાનો ઉપયોગ કરી શકશો. એરટેલ આ ઓફરનો લાભ 799 રૂપિયા અથવા તેનાથી વધુના પ્લાન સાથે જ આપી રહ્યું છે. આ બોનસ પ્લાનનીની માન્યતા 31 માર્ચ, 2019 સુધી રહેશે.

આ પ્લાન્સની સાથે 1000 જીબી બોનસ ડેટા મળશે
એરટેલે 799 રૂપિયા અથવા વધુના પ્લાન માટે બોનસ પ્લાન રાખ્યો છે. જો તમે 799 અથવા તેનાથી વધુનો પ્લાન લઇ રહ્યા છો, તો તમે આ પ્લાનનો લાભ લઈ શકો છો. 799 ના પ્લાનમાં તમને 40 Mbps ની ઝડપથી 100GB ડેટા મળે છે, જેની સાથે તમને ફ્રી વૉઇસ કૉલ્સનો લાભ પણ લઈ શકો છો. બોનસ પ્લાન હેઠળ, 799 રૂપિયાના ડેટા પ્લાનમાં તમને 500 GB સુધી બોનસ ડેટા મળે છે. તો 999 રૂપિયાના પ્લાનમાં 250 GB ડેટા અને ફ્રી કોલિંગ ઓફર મળે છે, જેમાં બોનસ તરીકે 1000 GB ડેટા મળશે.












Click it and Unblock the Notifications
