For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભેટઃ વોડાફોન અને એરટેલ ફરીથી બન્યા અનલિમિટેડ કૉલિંગ વાળા નેટવર્ક

ભેટઃ વોડાફોન અને એરટેલ ફરીથી બન્યા અનલિમિટેડ કૉલિંગ વાળા નેટવર્ક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ જો તમે પણ ટેલિકોમ કંપનીઓના વધારેલા ચાર્જ સાથે બીજા-બીજા નેટવર્કો પર મફત કોલિંગ પર લિમિટ લગાવવાથી પરેશાન છો તો તમારા માટે ગુડ ન્યૂઝ છે. કેમ કે ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયાએ બીજા નેટવર્ક પર લગાવવામાં આવેલ ફ્રી કૉલિંગની સીમા ખતમ કરી દીધી છે, જેને પગલે તમે આ બંને નેટવર્કોથી બીજા નેટવર્કો પર અસીમિત ક઼લિંગની મજા લઈ શકશો. એરટેલે ટ્વિટર દ્વારા ઘોષણા કરી છે કે કેટલાક દિવસ પહેલા શરૂ કરવામાં આેલ નવા ટેરિફ યોજનાઓની સાથે અન્ય નેટવર્ક પર વોઈસ કોલિંગ સીમા હટાવવા જઈ રહી છે. એરટેલ બાદ વોડાફોને પણ એવી ઘોષણા કરતા એનલિમિટેડ કૉલિંગ પર લગાવવામાં આવેલ સીમાને ખતમ કરી દીધી છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એરટેલ અને વોડાફોન સિવાય જિયોએ પણ પોતાના પ્લાન મોંઘા કરી દીધા છે. એરટેલ અને વોડાફોને પોતાના પ્લાનમાં 42 ટકા અને જિયોએ 40 ટકાનો વધારો કર્યો છે.

અન્ય નેટવર્કોની સીમા શું હતી?

અન્ય નેટવર્કોની સીમા શું હતી?

જણાવી દઈએ કે 28 દિવસ વાળા પ્લાનમાં ટેલિકોમ કંપનીઓ બીજા નેટવર્ક માટે 1000 મિનિટ ફ્રી આપી રહી હતી. તેની ઉપર તમને બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 6 પૈસા પ્રતિ મિનિટનો ચાર્જ ચૂકવવો પડતો. જેમ કે તમે એરટેલના નંબરનો ઉપયોગ કરી રહ્યા છો તો 28 દિવસ માટે એરટેલથી એરટેલ પર અનલિમિટેડ કૉલિંગની સુવિધા હતી, પરંતુ એરટેલથી કોઈ પણ બીા પર માત્ર 1000 મિનિટ સુધી જ મફત કૉલિંગ કરવાની ફેસિલિટી હતી. તેની ઉપર દરેક મિનિટ બીજા નેટવર્કો માટે મેન બેલેન્સથી 6 પૈસા પ્રતિ મિનિટ કપાતા હતા.

નવા પ્લાનનો રેટ

નવા પ્લાનનો રેટ

વોડાફોન અને એરટેલના નવા રેટની વાત કરીએ તો વોડાફોને પોતાના 1 વર્ષના બંને પ્લાન મોંઘા કર્યા છે. કંપનીએ 365 દિવસના પ્લાનના રેટ 999 રૂપિયા વધારી 1499 રૂપિયા કરી દીધા છે. જ્યારે તેણે પોતાના બીજા એક વર્ષવાળા 1699 રૂપિયાના પ્લાનના ભાવ વધારી 2399 રૂપિયા કરી દીધા છે. સાથે જ એરટેલે 998 રૂપિયાવાળા રિચાર્જ પ્લાન બંધ કરી દીધો છે. કંપનીએ એક નવો 1498 રૂપિયાનો પ્લેન રજૂ કર્યો છે, જ્યારે તેનો એક વર્ષવાળો 1699 રૂપિયાવાળો પ્લાન હવે 2398 રૂપિયાનો થઈ ગયો છે.

ટેલીકૉમ સેક્ટરની હાલત ખરાબ

ટેલીકૉમ સેક્ટરની હાલત ખરાબ

ટેલીકોમ સેક્ટરની નાણાકીય હાલાત આ સમયે ખરાબ છે. આ કારણે જ કંપનીઓએ પોતાના પ્રીપેડ પ્લાન મોંઘા કરી દીધા. ટેલીકોમ કંપનીઓની ખરાબ હાલતનું સૌથી મોટું કારણ બાકી એજીઆરની ચૂકવણી છે. ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે દૂરસંચાર કંપનીઓને 92642 કરોડ રૂપિયાના બાકી એજીઆરની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. જેનાથી વોડાફોન આઈડિયા અને ભારતી એરટેલ બંનેને એજીઆરની ચૂકવણી કરવા માટે હજારો કરોડ રૂપિયાનું પ્રોવિઝન બનાવવું પડ્યું અને પરિણામસ્વરૂપ જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં આ કંપનીઓને જબરદસ્ત નુકસાન થયું છે.

નાગરીક સંશોધ બિલના વિરોધમાં વિપક્ષ, અખિલેશ યાદવે કહી આ વાતનાગરીક સંશોધ બિલના વિરોધમાં વિપક્ષ, અખિલેશ યાદવે કહી આ વાત

English summary
Airtel, Vodafone Idea remove cap on free outgoing calls to other networks
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X