For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Fortune's 40 Under 40 List: સફળ યુવા ઉદ્યમીઓની યાદીમાં આકાશ-ઈશાને મળી જગ્યા

મુકેશ અંબાણીની દીકરી ઈશા અને દીકરા આકાશ અંબાણીનો ફૉર્ચ્યુનની '40 અંડર 40' ની લિસ્ટમાં જગ્યા મળી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ એક વાર ફરીથી અંબાણી પરિવાર માટે ખુશ થવાનો સમય છે કારણકે એશિયાના અમીર વ્યક્તિઓમાં શામેલ મુકેશ અંબાણીની દીકરી ઈશા અને દીકરા આકાશ અંબાણીનો ફૉર્ચ્યુનની '40 અંડર 40' ની લિસ્ટમાં જગ્યા મળી છે. તમને જણાવી દઈએ કે ફૉર્ચ્યુને ફાઈનાન્સ, ટેકનોલૉજી, હેલ્થકેર, પૉલિટિક્સ અને મનોરંજનની કેટેગરીમાં 40 વર્ષની અંદરના દુનિયાના 40 મોટા યુવા ઉદ્યમીઓની લિસ્ટ જારી કરી છે જેમાં ઈશા-આકાશ ઉપરાંત ભારતના એજ્યુકેટ સ્ટાર્ટઅપ Byju'sના સંસ્થાપક બાઈજૂ રવીન્દ્રન અને શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર મનુ જૈન પણ શામેલ છે.

ફૉર્ચ્યુનની '40 અંડર 40'ની લિસ્ટમાં મુકેશ અંબાણીના બંને બાળકો

ફૉર્ચ્યુનની '40 અંડર 40'ની લિસ્ટમાં મુકેશ અંબાણીના બંને બાળકો

ફૉર્ચ્યુને લિસ્ટમાં શામેલ બધા લોકોની પ્રશંસા કરી છે. ઈશા-આકાશ વિશે ફૉર્ચ્યુને કહ્યુ કે આ બંને યંગ સ્ટાર્સે જિયોને આગળ વધારવામાં ખાસ ભૂમિકા નિભાવી છે. તેમના નવા વિચારો, ઉર્જા અને મહેનત લોકોને પ્રેરણા આપે છે. જિયોમાર્ટને લૉન્ચ કરવામાં આકાશ અને ઈશાની ભૂમિકા ઘણી મહત્વપૂર્ણ રહી છે.

ફૉર્ચ્યુને બાઈજૂ રવીન્દ્રનની પણ પ્રશંસા કરી

ફૉર્ચ્યુને બાઈજૂ રવીન્દ્રનની પણ પ્રશંસા કરી

વળી, ફૉર્ચ્યુને રવીન્દ્રન વિશે કહ્યુ કે તેમણે દુનિયાને એ બતાવ્યુ છે કે એક સફળ ઑનલાઈન એજ્યુકેશન કંપની બનાવવી કઈ રીતે સંભવ છે, તેમણે અમેરિકા અને બ્રિટન જેવા દેશો સુધી પોતાના વેપારનો વિસ્તાર કરવો જોઈએ. તેમણે દેશના યુવાઓ સામે એક આદર્શ મૉડલ રજૂ કર્યુ છે. તેમનુ કામ ખૂબ જ પ્રશંસનીય છે. વળી, ફૉર્ચ્યુનના શાઓમી ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર મનુ જૈનને અદભૂત વ્યક્તિ કહ્યા છે.

મુકેશ-નીતાના જોડિયા બાળકો છે ઈશા-આકાશ

મુકેશ-નીતાના જોડિયા બાળકો છે ઈશા-આકાશ

ઉલ્લેખનીય છે કે આકાશ-ઈશા, મુકેશ અને નીતા અંબાણીના જોડિયા બાળકો છે. આકાશે બ્રાઉન યુનિવર્સિટીમાંથી ઈકોનૉમિક્સની ડિગ્રી લીધી છે અને 2014માં પોતાના ફેમિલી બિઝનેસને જોઈન કર્યો. વળી, ઈશાએ વર્ષ 2015માં જિયો જોઈન કર્યુ હતુ. આ બંનેના નામનો કિસ્સો પણ ઘણો રસપ્રદ છે. જે સમયે મુકેશ અંબાણીને ખબર પડી કે તેમની પત્ની નીતા અંબાણીને જોડિયા બાળકોને જન્મ આપ્યો છે એ વખતે તે પ્લેનમાં હતા અને કોઈ બિઝનેસ ડીલ માટે વિદેશ જઈ રહ્યા હતા માટે તેમણે પોતાના બાળકોના નામ આકાશ અને ઈશા રાખ્યા હતા.

ફૉર્ચ્યુને ઈશા-આકાશને ઉર્જાવાન ઉદ્યમી કહ્યા

ફૉર્ચ્યુને ઈશા-આકાશને ઉર્જાવાન ઉદ્યમી કહ્યા

તમને જણાવી દઈએ કે ઈશાના લગ્ન વર્ષ 2018માં પિરામલ ગ્રુપના સંસ્થાપક આનંદ પિરામલ સાથે થયા, આનંદે હાવર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. હાવર્ડ સ્કૂલમાંથી પાસ થયા બાદ આનંદ પિરામલે બે સ્ટાર્ટઅપ શરૂ કર્યા. તેમનુ પહેલુ સ્ટાર્ટઅપ હેલ્થકેર સેક્ટરમાં પિરામલ ઈ-સ્વાસ્થ્યના નામથી છે અને બીજુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં પિરામલ રિયાલિટીના નામથી છે. જ્યારે આકાશ અંબાણીના લગ્ન ડાયમંડ બિઝનેસમેન રસલ મહેતાની દીકરી શ્લોકા મહેતા સાથે થયા છે. રસેલ મહેતા અને મુકેશ વર્ષોથી દોસ્ત છે.

બૉલિવુડની પાર્ટીઓમાં ડ્રગ્ઝ ના હોય તો ફ્લૉપ માનવામાં આવે છે - સિંગરનો ખુલાસોબૉલિવુડની પાર્ટીઓમાં ડ્રગ્ઝ ના હોય તો ફ્લૉપ માનવામાં આવે છે - સિંગરનો ખુલાસો

English summary
Akash and Isha Ambani inclded in the 40 under 40 list of the most influential young leaders for the year by Fortune magazine.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X