બુધવારે આ રાજ્યના બધા જ પેટ્રોલ પંપ બંધ રહેશે
હાલમાં પેટ્રોલ આપણી જરૂરિયાત બની ચુકી છે રોજના કામ કરવા માટે પેટ્રોલ જરૂરી છે અને પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જરૂરી છે પરંતુ પેટ્રોલ પંપ બંધ થાય તો મુસીબત ચોક્કસ વધી શકે છે.
હાલમાં પેટ્રોલ આપણી જરૂરિયાત બની ચુકી છે રોજના કામ કરવા માટે પેટ્રોલ જરૂરી છે અને પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ પંપ જરૂરી છે પરંતુ પેટ્રોલ પંપ બંધ થાય તો મુસીબત ચોક્કસ વધી શકે છે. આવું જ કંઈક રાજસ્થાનમાં થવા જઈ રહ્યું છે. રાજ્યના લગભગ 4500 પેટ્રોલ પંપ પર 'નો સેલ, નો પરચેઝ' હડતાલ ચાલી રહી છે. આ પાછળનું કારણ રાજસ્થાનમાં અન્ય રાજ્યોની તુલનામાં વધારે વેટ છે. જેના કારણે અહીં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો થઈ રહ્યો છે. વેટમાં ઘટાડો કરવાની માંગ માટે બુધવારે સવારે 6 થી ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી હડતાલ ચાલશે. એટલે કે, પેટ્રોલ પંપ 24 કલાક બંધ રહેશે.

વધારે વેટથી શુ નુકશાન છે?
આ કિસ્સામાં રાજસ્થાન પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ સુનીત બગાઇ કહે છે કે અન્ય રાજ્યોની સરખામણીએ અહીં વેટના પ્રમાણ વધારે છે. મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને યુપી જેવા સરહદ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી છે. આ જ કારણ છે કે લોકો ત્યાંથી પેટ્રોલ અને ડીઝલ ભરે છે.

બીજા રાજ્યોની તુલનામાં વેચાણ ઓછું
પડોશી રાજ્યોની તુલનામાં રાજસ્થાનમાં આ 5 થી 9 રૂપિયા મોંઘું છે. બગાઇ કહે છે કે પડોશી રાજ્યો પંજાબ, હરિયાણા, યુપી, ગુજરાત અને દિલ્હીમાં એક પંપનું વેચાણ આપણા રાજ્યના 20 પંપ જેટલું થઈ ગયું છે. દરરોજ લાખો લિટર ડીઝલની દાણચોરી કરવામાં આવે છે અને આપણા રાજ્યમાં લાવવામાં આવે છે. તેના વિરોધમાં 4500 પેટ્રોલ પંપ બંધ રહેશે. સરકારે તેના પર વેટમાં 4% નો વધારો કર્યો છે, જેણે તેના વેચાણને ભારે અસર કરી છે.

કોને રાહત મળશે?
આ હડતાલ હેઠળ અગ્નિશામકો અને એમ્બ્યુલન્સ જેવા ઇમરજન્સી વાહનોને રાહત આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ વેટમાં વધારાને કારણે પેટ્રોલ પંપ માલિકો તેમજ સરકારને પણ મોટું નુકસાન વેઠવું પડી રહ્યું છે. વેટમાં મોટા તફાવતને કારણે સરકારને ઓગસ્ટ મહિનામાં 85 કરોડ રૂપિયાનું જ્યારે સપ્ટેમ્બરમાં 37 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું.
આ પણ વાંચો: દિવાળી પહેલા સોનાના ભાવમાં 1900 રૂપિયાનો ઘટાડો, ખરીદવાનો સમય
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
