For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એપલ પછી એમેઝોન બની બીજી ટ્રિલિયન ડોલર કંપની

એમેઝોન વિશ્વભરમાં તેની સર્વોચ્ચતા પ્રાપ્તમાં વ્યસ્ત છે. છેલ્લા એક વર્ષમાં ઈ-કૉમર્સ કંપની એમેઝોનએ ઘણી બધી વૃદ્ધિ કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

એમેઝોન વિશ્વભરમાં તેની સર્વોચ્ચતા પ્રાપ્તમાં વ્યસ્ત છે. છેલ્લા એક વર્ષમાં ઈ-કૉમર્સ કંપની એમેઝોનએ ઘણી બધી વૃદ્ધિ કરી છે. હવે એમેઝોન, એપલની પછી 1 ટ્રિલિયન ડોલર માર્કેટ કેપ વાળી અમેરિકાની બીજી અને વિશ્વની ત્રીજી લિસ્ટેડ કંપની બની ગઈ છે. તેથી એમેઝોનના શેરની કિંમત છેલ્લાં 15 મહિનામાં બમણી થઈ છે. કંપનીના શેર મંગળવારે 2 ટકા વધીને 2050.50 ડોલર થઈ ગયા છે. આ વધારાએ બજારની કિંમતમાં વધારો કર્યો છે.

1 ટ્રિલિયન ડોલરથી પણ આગળ જઈ શકે છે

1 ટ્રિલિયન ડોલરથી પણ આગળ જઈ શકે છે

તમને જણાવી દઈએ કે એમેઝોનના માર્કેટ વેલ્યુ ભારતીય અર્થતંત્રના 38 ટકા થઇ ગયા છે. જો ઓનલાઇન રિટેલરની આ વૃદ્ધિ આ રીતે એકસરખી રહે તો, આગામી દિવસોમાં સંભવ છે કે કંપની 1 ટ્રિલિયન ડોલરથી પણ આગળ વધી જાય. એમેઝોનને 1 ટ્રિલિયન સુધી પહોંચવા માટે માત્ર 21 વર્ષ લાગ્યાં, જ્યારે એપલને 38 વર્ષ લાગ્યા હતા.

એપલ 177 દેશો કરતાં વધુ અમીર છે

એપલ 177 દેશો કરતાં વધુ અમીર છે

આ શાનદાર વૃદ્ધિ પછી એમેઝોન હવે માત્ર આઈફોન કંપની એપલથી પાછળ છે. એપલે 2 ઓગસ્ટના રોજ 1 ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કર્યો હતો. તમને જણાવીએ કે વિશ્વના માત્ર16 દેશો જ એવા છે જેમની જીડીપી એપલની માર્કેટ વેલ્યુ કરતાં વધારે છે. તેનો અર્થ એ કે એપલ 177 દેશો કરતાં વધુ અમીર છે. જો એપલ ઈચ્છે તો તે ત્રણ અબજ ડોલરના અર્થતંત્રવાળા પાકિસ્તાન જેવા ત્રણ દેશો ખરીદી શકે છે.

આટલો થયો છે નફો

આટલો થયો છે નફો

છેલ્લા 12 મહિનામાં એમેઝોનના શેરએ 108 ટકાનું વળતર આપ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 74% વધ્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં રોકાણકારોને 20 ટકા નફો મળ્યો છે. એટલે કે છેલ્લા એક મહિનામાં, તેના શેર લગભગ 12% વધ્યા છે.

જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે

જેફ બેઝોસ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ છે

જો તમે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે એમેઝોન ની શરૂઆત 1994 માં ઓનલાઇન બુક રિટેલર કંપની તરીકે થઇ હતી. તેના સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટિવ જેફ બેઝોસએ 1997 માં બિઝનેસ શરૂ કર્યો. એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ તાજેતરમાં જ વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે. જેફ બેઝોસની સંપત્તિ 141.9 અબજ ડોલર નેટવર્થની સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે.

English summary
Amazon Becomes Second US Company To Reach USD 1 Trillion Value
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X