Richest Man : બિલ ગેટ્સને પછાડ્યો એમેઝોનના માલિક જેફ બેઝોસે
બિલ ગેટ્સને પછાડીને એમેઝોનનો માલિક જેફ બેઝોસ બન્યા નંબર વન. પણ દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે જેફ બેજોસ લાંબો સમય ના ટકી શક્યા.
ઇ કોર્મસ કંપની અમેઝોનના સીઇઓ અને સંસ્થાપક જેફ બેઝોસે માઇક્રોસોફ્ટ કંપનીના સ્થાપક બિલ ગેટ્સને પછાડીને બની ગયા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ. જોકે આવું તે ખાલી થોડા કલાક માટે જ કરી શક્યા પણ ગુરુવારે ફોર્બ્સમાં જાહેર રિપોર્ટ મુજબ બેજોસની કંપનીની સંપત્તિ 90.5 બિલિયન ડોલર થઇ ગઇ હતી. જ્યારે માઇક્રોસોફ્ટના માલિક બિલ ગેટ્સની કંપની 90 બિલિયન ડોલર હતી. પણ થોડાક કલામાં એમેઝોનના શેયર પડતા વળી પાછા બિલ ગેટ્સ દુનિયાના સૌથી પૈસાદાર વ્યક્તિ થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે એમેઝોને હાલમાં જ યુઝર્સ ગ્રોસર હોલ ફૂડ્સની મેળવવા માટે યોજના બનાવી છે. વળી પાછલા ચાર મહિનાથી એમેઝોનના શેયર 1.7 થી ઉછળીને 25 ટકા પર આવ્યા છે. ફોર્બ્સના કહેવા મુજબ બિલ ગેટ્સ પાછલા ચાર વર્ષથી દુનિયાના સૌથી વધુ પૈસાદાર વ્યક્તિ છે. અને ગત 22 વર્ષોથી ફોર્બ્સ લિસ્ટમાં પણ 18 વાર સૌથી પૈસાદાર વ્યક્તિ તરીકે બિલ ગેટ્સનું નામ આવી ચૂક્યું છે. વળી જેફ બેજોસને સૌથી વધુ કમાણી એમેઝોનથી જ થાય છે. તે સિવાય બેજોસ બ્લૂ ઓરિજન અને વોશિંગ્ટન પોસ્ટ અખબારના માલિક પણ છે. વળી જેફે અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે ડોનાલ્ડ ટ્રંપનો પણ વિરોધ કર્યો હતો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
