અમેરિકા સૌથી વધુ તેલ ઉત્પાદન કરતો દેશ બનશે

વિશ્લેષકોનું માનવું છે કે જો ઘરેલુ ખોદકામમાં વધારો થશે તો અમેરિકા ટૂંક સમયમાં રશિયા અને સાઉદી અરબમાં પાછળ છોડી દેશે. આવનારા દાયકામાં નવા મધ્યપૂર્વના સ્વરૂપમાં આગળ આવી શકે છે. આ વર્ષે સાત ટકાના વૃધ્ધિદર સાથે પ્રતિ દિવસ સરેરાશ 1.09 કરોડ બેરલ તેલનું ઉત્પાદન થવાની શક્યતા છે.
આ અંગે ઉર્જા વિભાગના અધિકારીઓનું કહેવું છે કે આવતા વર્ષે ઉત્પાદન વધીને 1.14 કરોડ બેરલ થઇ જશે. વર્તમાનમાં સાઉદી અરબ 1.16 કરોડ બેરલ તેલનું ઉત્પાદન કરે છે. આમ છતાં તેલના મૂલ્યમાં ઘટાડો નહીં થાય કારણ કે વિકાસશીલ દેશમાં કાચા તેલની માંગ વધી છે.












Click it and Unblock the Notifications
