For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રીતે આ પૈસાદાર પિતા પુત્રી પર રાખે છે નજર, થયો ખુલાસો

દેશના પૈસાદાર લોકોમાં સામેલ કુમાર મંગલમ્ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે.

|
Google Oneindia Gujarati News

દેશના પૈસાદાર લોકોમાં સામેલ કુમાર મંગલમ્ બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. તાજેતરમાં જ તેમની સિંગર-ગીતકાર પુત્રી અનન્યા બિરલાએ પોતાના પિતાને ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા મજાકમાં કહ્યું કે પપ્પા તમે આ પોસ્ટને પોતાના સિક્રેટ અકાઉન્ટથી જોઈ શકો છો, જે તમે મારા પર નજર રાખવા માટે બનાવ્યું છે. આમ તો આ પોસ્ટ પિતા અને પુત્રી વચ્ચેનો મામલો છે, પરંતુ આ વાત સાબિત કરે છે કે બાળકો ભલે ગમે તેના હોય, પરંતુ માતા-પિતાને તેમની હંમેશા ચિંતા રહે જ છે.

આ પણ વાંચો: ભારતની ચા અમેરિકામાં વેચી કરોડપતિ બની આ મહિલા

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો પિતા સાથેનો ફોટો

ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો પિતા સાથેનો ફોટો

સિંગર-ગીતકાર અનન્યા બિરલાએ ઈન્સ્ટાગ્રામ પર પિતા સાથેનો ફોટો પોસ્ટ કરીને લખ્યું કે મને નથી સમજાતું કે તેઓ મને કેટલી સમજે છે. લવ યુ સો મચ પાપા. તમે મારા ગાઉન સાથે તમારી ટાઈ મેચ કરવાનો પ્રયત્ન કર્યો અને તમે સફળ થયા છો. જો કે આ ફોટો ક્યારનો છે, તે વિશે અનન્યાએ ઉલ્લેખ નથી કર્યો.

મ્યુઝિકમાં બનાવી કરિયર

મ્યુઝિકમાં બનાવી કરિયર

અનન્યા બિરલાનું પહેલું ગીત લિવ ઈન ધ લાઈફ 2016માં આવ્યું હતું. આ ગીત બાદ યુનિવર્સલ મ્યુઝિકે તેમને સિંગર તરીકે સાઈન કર્યા હતા અને લેક્મે ફેશન વીક 2017માં અનન્યાના પર્ફોમન્સને સારો પ્રતિસાદ મળ્યો હતો.

બિઝનેસમાં પણ સક્રિય છે અનન્યા

બિઝનેસમાં પણ સક્રિય છે અનન્યા

અનન્યા બિરલા લક્ઝરી પ્રોડક્ટની ઈ કોમર્સ કંપની ક્યૂરોકાર્ટની ફાઉન્ડર અને સીઈઓ પણ છે. અનન્યા સ્વતંત્ર માઈક્રોફાઈનાન્સ કંપનીની પણ ફાઉન્ડર છે, જે ગામડાની મહિલાઓ માટે કામ કરે છે.

17 વર્ષે શરૂ કરી કંપની

17 વર્ષે શરૂ કરી કંપની

કુમાર મંગલમની પુત્રી અનન્યા બિરલાએ માત્ર 17 વર્ષની ઉંમરે જ પોતાની માઈક્રોફાઈનાન્સ કંપની શરૂ કરી હતી. આ કંપનીની દેશના 4 રાજ્યોમાં 70 બ્રાન્ચ છે. તેને બેસ્ટ સ્ટાર્ટઅપનો ગોલ્ડ એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આ કંપનીનું ધ્યેય ગ્રામીણ ઉદ્યમીઓ, ખાસ કરીને મહિલાઓને સેલ્ફ ડિપેન્ડન્ટ બનાવવાનું છે. આ કંપનીનો વિચાર અન્નાયે એક ઝૂંપડીમાં ઉભા ઉભા આવ્યો હતો અને તેમણે તેને સાચો પણ કર્યો.

આ મુશ્કેલીમાંથી આવ્યો વિચાર

આ મુશ્કેલીમાંથી આવ્યો વિચાર

અનન્યા બિરલા જ્યારે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી ત્યારે જ તે વર્ષના કેટલાક મહિના મુંબઈની આ માઈક્રોફાઈનાન્સ ફર્મને આપતી હતી. માઈક્રોફઆઈનાન્સ કંપની ખોલવાના વિચાર વિશે તેમણે એક વખત કહ્યું હતું કે તેમની સ્કૂલથી ઘર સુધી જતા દરમિયાન એક વ્યક્તિ નારિયેળ પાણીની દુકાન લગાવતો હતો. અમે બધા ભાઈ બહેન ત્યાં નારિયેળ પાણી પીવા રોકાતા હતા. આ સિલસિલો વર્ષો સુધી ચાલ્યો પણ મેં ક્યારેય તેનો બિઝનેસ વિકસતો નહોતો જોયો. મેં જ્યારે તેને કારણ પૂછ્યું તો તેણે મૂડીનો અભાવ હોવાનું કહ્યું. નારિયેળવાળાના કહેવા પ્રમાણે બેન્ક તેને લોન આપવા તૈયાર નહોતી કારણ કે તેની પાસે ગિરવે મૂકવા માટે કશું નહોતું. બાદમાં અનન્યાને આવા નાના વેપારીઓ માટે કશું કરવાનો વિચાર આવ્યો. અને તેમણે માઈક્રોફાઈનાન્સ કંપની 'સ્વતંત્ર'ની શરૂઆત કરી.

પરિવારનો રોલ નથી

પરિવારનો રોલ નથી

અનન્યા બિરલાનું કહેવું છે કે 'સ્વતંત્ર' એક સ્ટાર્ટપ છે, જેના માટે તેમણે પોતાના ફેમિલી પાસેથી માત્ર ફંડ લીધું છે. બાદમાં તેમણે આ ફર્મમાં સલાહ અને ફીડબેક સિવાય પરિવારની કોઈ મદદ નથી લીધી.

કેવી રીતે આગળ વધ્યા

માઈક્રોફાઈનાન્સ કંપની 'સ્વતંત્ર'ની સફળતા બાદ અનન્યા બિરલાએ 'ક્યૂરોકાર્ટ ડૉટ કૉમ' નામની એક ઈ કોમર્સ વેબસાઈટ બનાવી. જેના દ્વારા તે એશિયા અને યુરોપના 9 દેશોમાંથી આયાત કરેલી લક્ઝરી ઘરેલુ સજાવટની ચીજવસ્તુઓ ભારતમાં વેચે છે.

આ છે અન્ય ષોખ

આ છે અન્ય ષોખ

અનન્યા બિરલાને ચેસ અને ટેબલ ટેનિસનો શોખ છે. તે નેશનલ લેવલ સુધી ચેસ રમી ચૂકી છે.

કારનો શોખ

અનન્યા બિરલાને લોંગ ડ્રાઈવ પર જવું પસંદ છે. તેમની પાસે 2 કાર છે જેમાં BMW Z4 અને મિની કૂપર સામેલ છે. તેમનું કહેવું છે તે જિંદગીમાં માત્ર મધર ટેરેસા અને તેમની મેડ લતાથી જ ઈમ્પ્રેસ થયા છે.

ટેટૂની છે શોખીન

અનન્યા બિરલા પોતાના શરીર પર 5 ટેટૂ કરાવી ચૂકી છે.

English summary
ananya birla gave information about kumar mangala birla secret instagram account
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X