Angel Tax : શું છે એન્જલ ટેક્સ? જાણે કેમ તેન budget 2024માં ખતમ કરવામાં આવ્યો?

Angel Tax : નાણાંમંત્રી નિર્મલા સીતારમણે budget 2024માં એન્જલ ટેક્સ ખતમ કરવાની જાહેરાત કરી છે. હવે એ જાણવુ જરૂરી છે કે આખરે આ એન્જલ ટેક્સ છે શું?

નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે, એન્જલ ટેક્સ હવે સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવ્યો છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે શા માટે તેને હટાવવાની માંગ પહેલાથી જ થઈ રહી હતી?

Angel Tax

એન્જલ ટેક્સ
દેશમાં એન્જલ ટેક્સ વર્ષ 2012માં લાગુ કરવામાં આવ્યો હતો. આ ટેક્સ તે અસૂચિબદ્ધ વ્યવસાયો પર લાગુ હતો, જેમણે એન્જલ રોકાણકારો પાસેથી ભંડોળ મેળવ્યું હોય.

સરળ ભાષામાં સમજી શકાય છે કે જ્યારે પણ કોઈ સ્ટાર્ટઅપ કોઈ એન્જલ રોકાણકાર પાસેથી ભંડોળ લે ત્યારે તે તેના પર પણ ટેક્સ લેવાતો હતો. આ સમગ્ર પ્રક્રિયા આવકવેરા અધિનિયમ 1961ની કલમ 56 (2) (vii) (b) હેઠળ કરવામાં આવી હતી.

આ ટેક્સ કેમ લેવાતો હતો?
સરકારનું માનવું હતું કે આના દ્વારા તે મની લોન્ડરિંગને રોકી શકાય છે. આ સિવાય સરકાર આ ટેક્સની મદદથી તમામ પ્રકારના બિઝનેસને ટેક્સના દાયરામાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે, સરકારના આ પગલાને કારણે દેશના ઘણા સ્ટાર્ટઅપ્સને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે. આ જ કારણ હતું કે આ ટેક્સ નાબૂદ કરવાની માંગ ઉઠી હતી.

જ્યારે સ્ટાર્ટઅપ દ્વારા મેળવેલ રોકાણ તેના ફેર માર્કેટ વેલ્યુ (FMV) કરતા વધુ હતું ત્યારે આ ટેક્સ સંબંધિત વાસ્તવિક સમસ્યા ઊભી થતી હતી. આ સ્થિતિમાં સ્ટાર્ટઅપને 30.9 ટકા સુધી ટેક્સ ચૂકવવો પડતો હતો.

હવે સરકારે આ ટેક્સ નાબૂદ કર્યો છે અને તેનાથી દેશના સ્ટાર્ટઅપ્સને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે. આ સાથે, ઘણા એવા સ્ટાર્ટઅપ્સ છે જે યુનિકોર્ન બની ગયા છે.

સરકારનો ઉદ્દેશ્ય દેશમાં સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવાનો છે. તેથી, તે સ્ટાર્ટઅપ્સને તમામ પ્રકારની મદદ પૂરી પાડવા માટે દરેક શક્ય પ્રયાસ કરી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X