For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આવી રહ્યો છે 8 જીબીનો એપલ આઇફોન 5સી

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં ઓછી કિંમત બ્રાંડેડ પ્રોડક્ટની રણનીતિ વધારે કંપનીઓ અપનાવી રહી છે. એપલ પણ ટૂંક સમયમાં ભારતીય સ્માર્ટફોન બજારમાં આઇફોન 5સીનું સસ્તુ 8 જીબી વર્ઝન લોન્ચ કરવા જઇ રહી છે. હાલ 8 જીબી આઇફોન 5સી જર્મની, યુકે, ફ્રાન્સ, ચીન તથા ઓસ્ટ્રેલિયામાં લોન્ચ કરવામાં આવ્યો છે, હવે તેને યુરોપિય દેશો જેમકે નેધરલેન્ડ્સ, પોર્ટુગિઝ, બેલ્જિયમ, ઇટલી, ઓસ્ટ્રિયા, સ્પેનના મોબાઇલ બજારમાં ઉતારવામાં આવશે.

આઇફોન 5સીના 16 જીબી વર્ઝનની કિંમત ભારતમાં 41,900 રૂપિયા છે, જ્યારે 8 જીબી વર્ઝન 35 હજારની આસપાસ લોન્ચ કરવામાં આવશે. ઓછી કિંમતના આઇફોનથી એપલને આશા છેકે આઇફોનનું વેચાણ વધશે. આ પહેલા કંપની અનેક કૈશ બેક અને એક્સચેંજ ઓફર પણ રજૂ કરી ચૂકી છે. એટલું જ નહીં એપલના આઇફોનના ઘટતા વેચાણને જોઇને આઇફોન 4ને રીલોન્ચ પણ કર્યો હતો. તો ચાલો તસવીરો થકી જાણીએ આઇફોન 5સીના ફીચર્સ અંગે.

આઇઓએસ 7 ઓપરેટિંગ સિસ્ટમ

આઇઓએસ 7 ઓપરેટિંગ સિસ્ટમ

આઇઓએસ 7માં નવા ફીચર્સ સાથે ઇજી ઇન્ટરફેસ આપવામાં આવ્યું છે, સાથે યુઝરને સ્ક્રીનમાં વધારે સારો વ્યૂ પણ મળે છે.

આઇસાઇટ કેમેરા

આઇસાઇટ કેમેરા

આઇફોન 7સીમાં 8 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 1.2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા આપવામાં આવ્યો છે, સાથે ઓછા કેમેરામાં લિડ ફાઇટ સપોર્ટ પણ છે.

એ6 ચિપ પ્રોસેસર

એ6 ચિપ પ્રોસેસર

એપલમાં એ 6 ચિપ પ્રોસેસર લાગેલો છે, જે ફાસ્ટ પ્રોસેસિંગ અને ઓછો પાવર ખર્ચ કરે છે.

કનેક્ટિવિટી અને મેમરી

કનેક્ટિવિટી અને મેમરી

આઇફોન 5સીમાં એલટીઇ કનેક્ટિવિટી ઉપરાંત એરડ્રોપની મદદથી તમે તમારો ડેટા શેર કરી શકો છો. ફોનમાં 16 જીબીની ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. ટૂંક સમયમાં તેનું 8 જીબી વર્ઝન લોન્ચ થવાનું છે.

એપલ એપ્સ

એપલ એપ્સ

આઇફોન 5મીમાં અનેક એપ્લિકેશન આપવામાં આવી છે, જેમકે આઇફોટો, આઇમૂવી અને ગેરેજ બેન્ડ તેની સાથે કીનોટ, પોડકાસ્ટ અને અનેક બીજી પ્રીલોડેડ એપ્સ તમને મળશે.

English summary
Apple Set to Launch 8GB iPhone 5c in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X