બેંક એકાઉન્ટ સાથે આધારને જોડવું ફરજીયાત, RBIનો આદેશ

Written By:
Subscribe to Oneindia News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મીડિયા ખબરોનું ખંડન કરતા સ્પષ્ટતા આપી છે કે બેંક ખાતાને આધાર કાર્ડ સાથે જોડવું ફરજિયાત છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા ખબર આવી હતી કે આરબીઆઇ આધાર કાર્ડને બેંક ખાતા સાથે જોડવાના કોઇ આદેશ નથી આપ્યા. ખાલી સરકારના આદેશ જ છે કે આધાર અને ખાતાને જોડવામાં આવે. આ કારણે લોકો હજી પણ આરબીઆઇના આદેશની રાહ જોતા બેંક ખાતા અને આધાર કાર્ડને જોડવાનું ટાળી રહ્યા હતા. પણ હવે આ મામલે આરબીઆઇ એ આજે સ્પષ્ટતા આપી છે અને જણાવ્યું છે કે બેંક ખાતા જોડે આધાર કાર્ડ જોડવું ફરજીયાત છે.

aadhaar card

મીડિયામાં આરટીઆઇના હવાલે આ ખબરને ફેલવવામાં આવી હતી. જે પર રિઝર્વ બેંક જણાવ્યું કે મની લોન્ડ્રિંગ કાનૂન હેઠળ બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરાવવું અનિવાર્ય છે. તમને જણાવી દઇએ કે બેંકમાં ખાતુ ખોલવા માટે આધાર કાર્ડ અને પાનકાર્ડ નંબર આપવો અને તેને આ બન્ને સાથે જોડવું હવે અનિવાર્ય થઇ ગયું છે. ઉલ્લેખનીય છે કે હવે ઇનકમ ટેક્સ રિટર્નથી લઇને મોબાઇલ સિમ કાર્ડમાં પણ આધાર અનિવાર્ય છે. જો કે આ મામલે સુપ્રીમ કોર્ટે હજી પણ 6 યોજનાઓ સાથે જ આધારને જોડવાની વાત કરી છે. પણ તેમ છતાં આરબીઆઇ દ્વારા તેના ખાતા ગ્રાહકોને આધાર કાર્ડ અને બેંકના ખાતાને જોડવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

English summary
applicable cases link of aadhaar bank ac is mandatory under prevention of money laundering.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.