April Bank Holidays: એપ્રિલમાં 14 દિવસ બેંક બંધ રહેશે, જાણી લો લીસ્ટ, નહીંતર થશે ધક્કો
April Bank Holidays: માર્ચ મહિનો પૂરો થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. એપ્રિલ મહિનામાં ઘણી રજાઓ આવી રહી છે. એપ્રિલ 2024માં અલગ અલગ જોનમાં કુલ 14 દિવસ બેંક બંધ રહેશે. ડિઝિટલ યુગમાં લોકો બેંકના મોટાભાગના કામો ઓનલાઇન કરી રહ્યા છે. તેમ છતા ઘણા કામ માટે લોકોને બેંકમાં રૂબરૂ જવાની ફરજ પડે છે.
જો તમે બેંકની રજાઓની યાદી જોયા વગર બેંકની શાખામાં જશો, તો તમને નિરાશ થઈ શકે છે. આ ઉપરાંત તમારા મહત્વપૂર્ણ કામ પણ અટકી જશે. આવી સ્થિતિમાં બેંકની રજાઓ ક્યારે છે, તે અગાઉથી જાણી લેવું જરૂરી છે. દર અઠવાડિયે રવિવારે અને મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકમાં રજા હોય છે.

એપ્રિલ, 2024માં 14 દિવસ બેંક રહેશે બંધ
1 એપ્રિલ, 2024: નાણાકીય વર્ષના અંતે બેંક ખાતા બંધ થવાને કારણે 1 એપ્રિલે બેંક રજા રહેશે.
5 એપ્રિલ 2024: બાબુ જગજીવન રામના જન્મદિવસ અને જુમાત-ઉલ-વિદાના કારણે, શ્રીનગર, જમ્મુ અને તેલંગાણામાં બેંક રજા રહેશે.
7 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
9 એપ્રિલ 2024: ગુડી પડવો/ઉગાડી તહેવાર/તેલુગુ નવું વર્ષ અને પ્રથમ નવરાત્રિના કારણે, બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, હૈદરાબાદ, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, પણજી અને શ્રીનગરમાં બેંક રજા રહેશે.
10 એપ્રિલ 2024: કોચી અને કેરળમાં ઈદને કારણે બેંકો બંધ રહેશે.
11 એપ્રિલ 2024: ઈદના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
13 એપ્રિલ 2024: બીજા શનિવારને કારણે બેંકો બંધ રહેશે.
14 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકોમાં સાપ્તાહિક રજા રહેશે.
15 એપ્રિલ 2024: હિમાચલ દિવસને કારણે ગુવાહાટી અને શિમલા ઝોનમાં બેંકો બંધ રહેશે.
17 એપ્રિલ 2024: શ્રી રામ નવમીના કારણે, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, ગંગટોક, હૈદરાબાદ, જયપુર, કાનપુર, લખનઉ, પટના, રાંચી, શિમલા, મુંબઈ અને નાગપુરમાં બેંક રજા રહેશે.
20 એપ્રિલ 2024: અગરતલામાં ગરિયા પૂજાને કારણે બેંકમાં રજા રહેશે.
21 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.
27 એપ્રિલ 2024: ચોથા શનિવારને કારણે બેંકમાં રજા રહેશે.
28 એપ્રિલ 2024: રવિવારના કારણે બેંકો માટે સાપ્તાહિક રજા રહેશે.












Click it and Unblock the Notifications
