For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરુણ જેટલીએ ગણાવ્યા 18 મહિનામાં જીએસટીના ફાયદા, હજુ થશે વધુ ફેરફાર

શનિવારે જીએસટી કાઉન્સિલની 31મી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી અંગે વધુ બીજા ફેરફારના સંકેત આપ્યા છે.

|
Google Oneindia Gujarati News

શનિવારે જીએસટી કાઉન્સિલની 31મી બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો બાદ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી અંગે વધુ બીજા ફેરફારના સંકેત આપ્યા છે. જેટલીએ સોમવારે 'જીએસટીના 18 મહિના' પર બ્લોગ લખીને જણાવ્યુ છે કે કેવી રીતે આનાથી દેશના લોકોને ફાયદો થયો છે. વળી, તેમણે 28 ટકા જીએસટી સ્લેબને સંપૂર્ણપણે ખતન કરવા અને 18 અને 12 ટકા સ્લેબની જગ્યાએ સ્લેબ લાવવાની વાત પણ કહી છે. તેમણે ભવિષ્યમાં સિંગલ સ્ટાન્ડર્ડ જીએસટી રેટ તરફ જવાની વાત કહી છે.

જીએસટીના 18 મહિના પર જેટલીનો બ્લોગ

જીએસટીના 18 મહિના પર જેટલીનો બ્લોગ

અરુણ જેટલીએ પોતાના બ્લોગમાં કહ્યુ છે, ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્સ (જીએસટી) 18 મહિના દરમિયાન ઘણુ સફળ રહ્યુ છે. જીએસટી આવ્યા બાદ સ્થિતિ ઝડપથી બદલાઈ છે. બધા 17 ટેક્સ એક થઈ ગયા છે અને આખો દેશ એક બજાર બની ગયો. આવનારા સમયમાં 12 અને 18 ટકાની જગ્યાએ આ બંને વચ્ચે એક નવુ સ્ટાન્ડર્ડ ટેક્સ સ્લેબ બનાવવામાં આવશે. જેટલીએ લક્ઝરી અને સિન ઉત્પાદનોને છોડી દેશમાં જીએસટીના 0, 5 અને સ્ટાન્ડર્ડ રેટ ટેક્સ સ્લેબ હશે. વળી, 28 ટકા ટેક્સ સ્લેબને ધીમે ધીમે ખતમ કરવામાં આવશે.

સિમેન્ટ પર પણ ઓછો થશે ટેક્સ

સિમેન્ટ પર પણ ઓછો થશે ટેક્સ

જેટલીએ જણાવ્યુ કે સિમેન્ટ અને ઑટો પાર્ટ્સને છોડીને સામાન્ય જરૂરિયાતોનો મોટાભાગનો સામાન 28 ટકા ટેક્સ સ્લેબથી 18 અને 12 ટકામાં કરી દેવામાં આવ્યા છે. સિમેન્ટ પર પણ વહેલા વહેલી તકે ટેક્સ ઓછા કરશે. જેટલીએ જણાવ્યુ છે કે 183 આઈટમ્સ પર ટેક્સ શૂન્ય છે. 308 આઈટમ પર 5 ટકા ટેક્સ લાગે છે, 178 પર 12 ટકા ટેક્સ છે, જ્યારે 517 આઈટમ્સ 18 ટકા ટેક્સ સ્લેબમાં આવે છે. 28 ટકા ટેક્સ સ્લેબ હવે લક્ઝરી ઉત્પાદનો, તમાકુ, લક્ઝરી ગાડીઓ, એસી, સોડા વોટર, મોટા ટીવી જ બચે છે.

અમે ટેક્સ સિસ્ટમને સુધારી

અમે ટેક્સ સિસ્ટમને સુધારી

જેટલીએ પોતાના બ્લોગમાં લખ્યુ છે કે આપણે ત્યાં ટેક્સ સિસ્ટમ ખરાબ હતી દે જીએસટી આવ્યા બાદ ઘણી સુધરી છે. પહેલા રાજ્ય અને કેન્દ્રનો અલગ અલગ ટેક્સ સામાન્ય જનતાની કમર તોડી રહ્યા હતા હવે તે રાહત અનુભવ કરી રહ્યા છે. શનિવારે દિલ્લીના વિજ્ઞાન ભવનમાં જીએસટી પરિષદની 31મી બેઠક નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં થઈ. બેઠકમાં 33 વસ્તુઓ પર જીએસટી કરના દરોમાં ઘટાડો થયો છે. આમાં મોટાભાગની રોજિંદા વપરાશની વસ્તુઓ છે.

આ પણ વાંચોઃ રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલઆ પણ વાંચોઃ રાહુલ-પ્રિયંકાના સંબંધો પર ભાજપ નેતાએ FB પર કરી ગંદી ટિપ્પણી, કેસ ફાઈલ

English summary
Arun Jaitley 28 precent slab could be phased out Single GST rate in the works
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X