Bajaj Finance : વાત એ શેરની, જેને 21 વર્ષમાં 10 હજારના એક કરોડ કર્યા
બજાજ ફાયનાન્સનો શેર આજે ઘટાડા સાથે બંધ થયો. 6325 આસપાસ ખુલેલો બજાય ફાયનાન્સનો શેર આજે 4.9 ટકા ઘટીને 6275 રૂપિયા પર બંધ થયો.
જો કે આ શેરમાં ભલે ઘટાડો નોંધાયો હોય પરંતુ આ શેરે રોકાણકારોને માલામાલ કર્યા છે. બજાજ ફાયનાન્સે 2002 થી લઈને અત્યારસુધીમાં મોટી છલાંગ લગાવી છે.

બજાજ ફાયનાન્સ લિસ્ટ થઈ ત્યારે તેનો શેર માત્ર 7.75 રૂપિયાનો હતો અને અને આજે શેર બજાર બંધ થયુ ત્યાં સુધીમાં તે 6275 પર પહોંચ્યો છે. એટલે કે આ શેરમાં શરૂઆતમાં માત્ર 10 હજાર રૂપિયાનું રોકાણ કર્યુ હોત તો તે અત્યારસુધીમાં 1 કરોડથી વધારે થઈ ગયા હોત. આ શેરમાં શરૂઆતથી લઈને અત્યારસુધીમાં 110,039.13% ટકાનો વધારો જોવા મળ્યો છે.
હાલની સ્થિતીની વાત કરીએ તો, તીવ્ર મંદી વચ્ચે મંગળવારે બજાજ ફાઇનાન્સનો શેર 4.17 ટકા ઘટીને 6,325.25 પ્રતિ શેર પર સ્થિર થયો. શેર ઇન્ટ્રાડે 4.9 ટકા ઘટીને 6,275 પ્રતિ શેરની નીચી સપાટીએ પહોંચ્યો, જે 3 મે, 2023 પછીના તેના સૌથી નીચા સ્તરે હતો.












Click it and Unblock the Notifications
