Bank Holiday : 14 એપ્રિલે આંબેટકર જયંતિએ બેંક બંધ રહેશે? જોઈ લો હોલિડે લિસ્ટ
Bank Holiday : આગામી ત્રણ દિવસ ભારતની ઘણી બેન્કોમાં તહેવારો અને આરબીઆઈના નિયમો પ્રમાણે રજા રહેશે. આ રજાઓ 12 એપ્રિલથી શરૂ થઈ 14 એપ્રિલ સુધી ચાલુ રહેશે.
જો તમારે બેન્કથી કોઈ કામ હોય તો આજે જ પતાવી લો અને જાણી લો માહિતી તમારી માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

12 એપ્રિલ - બીજો શનિવાર
આ તારીખે બીજી શનિવાર હોવાના કારણે આરબીઆઈના નિયમ મુજબ બેન્કો બંધ રહેશે. આરબીઆઈએ સપ્ટેમ્બર 2015થી નિયમ લાગુ કર્યો છે કે દરેક મહિનાના બીજા અને ચોથા શનિવારે બેન્કો બંધ રહેશે. બીજા શનિવારે RTGS, NEFT, ECS, ચેક ક્લિયરિંગ જેવી પેમેન્ટ સેવાઓ પણ બંધ રહેશે.
13 એપ્રિલ - રવિવાર
રવિવાર બેન્કોની નિયમિત રજાનો દિવસ હોય છે. એટલે આ દિવસે પણ તમામ બેન્કો દેશમાં બંધ રહેશે.
14 એપ્રિલ - આંબેડકર જયંતિ અને અન્ય તહેવારો
આ દિવસને ભારતભરમાં સમાનતા દિન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ડો. બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી કરાય છે. ઉપરાંત કેટલીક રાજ્યોમાં વિશુ, બિજુ, મહા વિશ્વ સંક્રાંતિ, તમિલ નવું વર્ષ, ચેરાઓબા અને બોહાગ બિહુ જેવા સ્થાનિક તહેવાર પણ ઉજવાય છે. તેથી ઘણા શહેરોમાં બેન્કો બંધ રહેશે.
જો તમને બેન્કમાં કોઈ મહત્ત્વનું કામ હોય તો પહેલા તમારા શહેરની સ્થિતિ જાણી લો. રજા અને તહેવારો શહેરવાર અલગ-અલગ હોય છે. ત્રણ દિવસની સતત રજાને કારણે શક્ય હોય તો તમારા બેન્ક સંબંધિત કામકાજ એપ્રિલ 11ના રોજ પૂર્ણ કરી લો.












Click it and Unblock the Notifications
