Bank Holiday October 2024: ઓક્ટોબરમાં 15 દિવસ બેંકો રહેશે બંધ, જાણો બેંક હોલીડે લીસ્ટ
Bank Holiday October 2024: ઓક્ટબરમાં ઘણા તહેવાર આવી રહ્યા છે. જે કારણે ઓક્ટોબર મહિનામાં 15 દિવસ બેંક બંધ રહેશે.
જો તમે આ મહિનામાં બેંક સંબંધિત કામ કરવા માંગતા હોય તો તમારે આ રજાની યાદી જાણી લેવી જોઈએ. જેથી તમારે અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
આ સમયગાળામાં બધા રવિવાર અને નિયમિત રજાઓ જેમ કે, બીજા અને ચોથા શનિવારનો સમાવેશ થાય છે. જોકે, વિવિધ તહેવારો અને મહત્વના કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને બેંકો વધારાના આઠ દિવસ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે, આ રજાઓ રાજ્ય મુજબ હોય છે.
ઓક્ટોબર મહિનામાં ગાંધી જયંતિ, નવરાત્રી, દશેરા, કડવા ચોથ, ધનતેરસ અને દિવાળી સહિતના સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય તહેવારો આવી રહ્યા છે. જે કારણે બેંક સંબંધિત કોઈપણ મહત્વપૂર્ણ કાર્ય માટે, રજાની યાદી પર એક નજર કરી લેવાની સલાહ આપવામાં આવે છે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા દિવસોની વિગતવાર યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં કયા દિવસે આ તહેવારોને કારણે વિવિધ રાજ્યો અને શહેરોમાં બેંકો બંધ રહેશે તેનું લીસ્ટ જોઈ શકાય છે. આ લીસ્ટ નિચે મુજબ છે.
ઓક્ટોબર 2024માં બેંકો ક્યારે બંધ રહેશે?
- 1 ઓક્ટોબર : જમ્મુમાં વિધાનસભાની ચૂંટણીને કારણે બેંકો બંધ રહેશે.
- 2 ઓક્ટોબર : ગાંધી જયંતિ 3 ઑક્ટોબર: નવરાત્રિ અને ઘટસ્થાપનની શરૂઆત માટે જયપુરમાં બેંકો બંધ રહેશે.
- 6 ઓક્ટોબર : રવિવાર
- 10 ઓક્ટોબર : મહા સપ્તમીના અવસરને કારણે ગુવાહાટી, અગરતલા, કોલકાતા, કોહિમામાં બેંકો બંધ રહેશે.
- 11 ઓક્ટોબર : મહાઅષ્ટમી, આયુધ પૂજા, દુર્ગા અષ્ટમી પર દેશના ઘણા ભાગોમાં બેંકો બંધ રહેશે. (કોલકાતા, પટના, અગરતલા, બેંગ્લોર, ભુવનેશ્વર, ગુવાહાટી, કોહિમા, ચેન્નાઈ, ગંગટોક, ઇમ્ફાલ, ઇટાનગર, રાંચી અને શિલોંગ)
- 12 ઓક્ટોબર : દશેરા, વિજયાદશમી
- 13 ઓક્ટોબર : રવિવાર
- 14 ઓક્ટોબર : ગંગટોકમાં દશેન અથવા દુર્ગા પૂજાને કારણે બેંકો બંધ.
- 16 ઓક્ટોબર : લક્ષ્મી પૂજા માટે કોલકાતા અને અગરતલામાં બેંક રજા
- 17 ઓક્ટોબર : મહર્ષિ વાલ્મીકિ, કાંતિ બિહુના કારણે ગુવાહાટી અને બેંગ્લોરમાં બેંકો બંધ.
- 20 ઓક્ટોબર : રવિવાર
- 26 ઓક્ટોબર : ચોથો શનિવાર
- 27 ઓક્ટોબર : રવિવાર
- 31 ઓક્ટોબર : દિવાળી












Click it and Unblock the Notifications
