પગાર વધારાની માંગ સાથે સોમવારે સરકારી બેંકોમાં બે દિવસ સુધી હડતાળ
નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી: સોમવારે સરકારી બેંકોમાં બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ થવા જઇ રહી છે. આ હડતાળ આખા દેશમાં થશે. યૂનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યૂનિયન્સના સંયોજક એમ.વી. મુરલીએ આ જાણકારી આપી છે.
હવે યૂનિયન 10 અને 11 ફેબ્રુઆરીના રોજ હડતાળ કરશે અને બેંકોમાં કામકાજ ઠપ થઇ જશે. બેંક કર્મચારી પોતાના પગાર વધારાની માંગને લઇને આ હડતાલ કરી રહ્યા છે.
આ હડતાળનું કારણ એ છે કે બેંક પ્રબંધન અને કર્મચારીઓના યૂનિયનની વચ્ચે થઇ રહેલી વાતચીત તૂટી ગઇ. આ વાતચીત ચીફ લેબર કમિશનરના કહેવા પર થઇ રહી હતી.

ગઇ 18 ડિસેમ્બરના રોજ બેંકોમાં એક દિવસની હડતાળ થઇ હતી, જેના કારણે ત્યાંનું કામકાજ ઠપ થઇ ગયું હતું. દેશની 27 સરકારી બેંકોમાં 8 લાખ કર્મચારીઓ કામ કરે છે.












Click it and Unblock the Notifications
