Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

નિવૃત્તિ બાદ બેંકમાંથી મળે છે દર મહિને ફિક્સ ઇન્કમ

આજની ફાસ્ટ લાઇફમાં અનેકવાર વૃદ્ધો પોતાને લાચાર અનુભવે છે. તેમના માટે ઓછા પેન્શન સાથે મોંધવારીમાં સમય પસાર કરવો મુશ્કેલી ભર્યું છે. આવા સમયે રિટાયર્ડ વ્યક્તિઓ અને વૃદ્ધો માટે આનંદના સમાચાર આવ્યા છે.

આ સમાચાર અંગે આર્થિક બાબતોના જાણકાર યુ એસ ભાર્ગવે પોતાના લેખમાં ઉલ્લેખ કર્યો છે કે બેંકો પાસે વૃદ્ધો માટે દર મહિને તેમને ચોક્કસ રકમની આવક આપવાની સુવિધા હોય છે.

senior-citizen-1

આ સુવિધા મેળવવા માટે જો કે વૃદ્ધોએ પોતાનું મકાન ગિરવે મુકવું પડે છે. ગિરવી મૂકવા છતાં તેના પર બેંકોનો સંપૂર્ણ હક્ક રહેતો નથી. આપાન મકાનને આધારે બેંક આપને દર મહિને ચોક્કસ આવક આપે છે.

આપને બેંક તરફથી દર મહિને કેટલા રૂપિયા મળશે તેનો આધાર આપના મકાનની કિંમત પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે આપના મકાનની કિંમત રૂપિયા 50 લાખ જેટલી છે તો 15 વર્ષ માટે આપને દર મહિને અંદાજે રૂપિયા 9,000 મળી શકે છે.

સ્કીમનું નામ શું છે?

આપને એમ વિચાર આવશે કે બેંક પાસે મકાન ગિરવે રાખવાથી બેંક સમય જતા તેના પર પોતાનો હક્ક જમાવશે. પણ વાસ્તવમાં તેમ થતું નથી. વાસ્તવમાં આ સ્કીમ અંતર્ગત આપે બેંકને કશું જ આપવાનું રહેતું નથી, પણ બેંક આપને દર મહિને ચોક્કસ રકમ આપશે. આ સ્કીમને રિવર્સ મોર્ગેજ લોન સ્કીમ તરીકે ઓળખવામાં આવે છે.

કોને લાભ મળી શકે?
રિવર્સ મોર્ગેજ લોન સ્કીમનો લાભ સિનિયર સિટિઝન્સ એટલે કે 60 વર્ષની વય વટાવી ચૂકેલા નાગરિકોને મળે છે. આ લોન 15થી 20 વર્ષ માટે મળે છે. જો કે તેની રકમ કેટલી હશે તેનો આધાર મકાનની કિંમતને જોઇને નક્કી કરવામાં આવે છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X