IPO માં રોકાણ કરી રહ્યાં છો તો સાવધાન, લાગી શકે છે મોટો ઝટકો

આજકાલ આઈપીઓમાં રોકાણનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. રોકાણકારો દિલ ખોલીને આઈપીઓમાં રોકાણ કરે છે. જો કે તમને જાણીને નવાઈ લાગશે કે આઈપીઓમાં રોકાણ કરવા જતા મોટો ચૂનો લાગી શકે છે.

IPO રોકાણકારોને જબરદસ્ત વળતર આપી રહ્યાં છે. આ જ કારણ છે કે ઝડપી નફાની લાલચમાં રોકાણકારો IPO તરફ આકર્ષાયા છે. સામાન્ય માન્યતા એવી છે કે IPO દ્વારા શેર મેળવવાથી લગભગ નફાકારક વળતરની ખાતરી છે.

IPO

જો કે, આ ધારણા તાજેતરના ઘણા IPO માટે ગેરમાર્ગે દોરનારી સાબિત થઈ છે. એમાં રોકાણકારો નફો મેળવવામાં નિષ્ફળ ગયા છે અને નુકસાન પણ સહન કરવું પડ્યું છે.

આવા IPOના ઉદાહરણોમાં યુનિકોમર્સ ઇ-સોલ્યુશન્સ, શ્રી તિરુપતિ બાલાજી એગ્રો, ટોલિન્સ ટાયર્સ, ક્રોસ, પીએન ગાડગીલ જ્વેલર્સ, સીગલ ઇન્ડિયા, સરસ્વતી સાડી ડેપો અને બજાર સ્ટાઇલ રિટેલ સામલે છે. આ IPOમાં રોકાણકારોને નુકસાન થયું છે.

યુનિકોમર્સ ઈ-સોલ્યુશન્સ સૌથી મોટું ઉદાહરણ છે. 13 ઓગસ્ટે 108ની ઇશ્યૂ કિંમત સાથે લોન્ચ થયેલો આ આઈપીઓ લિસ્ટિંગના એક દિવસ પહેલા 69ના પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો. હાલમાં તે તેની ઈશ્યુ કિંમતથી 4.2 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે.

આ સિવાય શ્રી તિરુપતિ બાલાજી એગ્રોની ઇશ્યૂ કિંમત 83 અને પ્રી-લિસ્ટિંગ જીએમપી 27 છે, તે હવે 7.2 ટકા નીચે ટ્રેડ કરી રહ્યો છે. ટોલિન્સ ટાયર્સ અને ક્રોસમાં પણ સમાન પેટર્ન જોવા મળી હતી. તેની ઇશ્યૂ કિંમતોથી અનુક્રમે 12.2 ટકા અને 8.1 ટકાના નુકસાન સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે.

આ સ્થિતિ માત્ર આ IPO પુરતી મર્યાદિત નથી. પીએન ગાડગીલ જ્વેલર્સના શેર ગ્રે માર્કેટમાં તેની ઇશ્યૂ કિંમત લગભગ બમણા ભાવે ટ્રેડ કરી રહ્યા હતા. હવે 480ની ઇશ્યૂ કિંમતથી 12 ટકાના ઘટાડા પર ટ્રેડ કરી રહ્યા છે. શેરબજારમાં ખાસ કરીને IPOમાં રોકાણમાં મોટુ જોખમ હોય છે. લિસ્ટિંગ પછી આમાં ઘણા ફેરબદલ જોવા મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X