For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Alert! હવે આ નવી રીતે તમારા બેંક એકાઉન્ટમાંથી ચોરી થઈ રહી છે, જાણો

જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં છે, તો પછી આ સમાચાર તમારા માટે ખાસ છે.

|
Google Oneindia Gujarati News

જો તમારું બેંક એકાઉન્ટ દેશની સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંકમાં છે, તો પછી આ સમાચાર તમારા માટે ખાસ છે. વાસ્તવમાં પંજાબ નેશનલ બેંકે તેના એકાઉન્ટ ધારકોને ચેતવણી આપી છે. તેમને સાવધાન કરતા એલર્ટ કર્યા છે અને તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે જરૂરી ટીપ્સ આપી છે. બેંકે ચેતવણી આપી છે કે સ્પાઇવેયર તમારા ખાનગી ડેટાને જાણ કાર્ય વગર ચોરી કરી રહ્યા છે. આ જાણકારીનો ઉપયોગ તમારા બેંક એકાઉન્ટને ખાલી કરવા માટે થઈ શકે છે.

આ પણ વાંચો: Paytm ની નવી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થશે, ઘરે બેઠા પૈસા કમાવવાની તક

PNB એકાઉન્ટ ધારકો માટે એલર્ટ

PNB એકાઉન્ટ ધારકો માટે એલર્ટ

પંજાબ નેશનલ બેંકે તેના એકાઉન્ટ ધારકોને સ્પાઇવેયરથી બચીને રહેવાની સલાહ આપી છે. સ્પાઇવેયર લોકોની જાણકારી વિના તેમની વ્યક્તિગત માહિતી ચોરી કરી રહ્યા છે. બેંકે તેના ખાતાધારકોને સોશિયલ મીડિયા દ્વારા તેનાથી બચવાની સલાહ આપી છે અને તેમને એલર્ટ રહેવા માટે સલાહ આપી છે. બેંકે આ માહિતી તેના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે.

સ્પાઇવેયર શું છે

સ્પાઇવેયર શું છે

પંજાબ નેશનલ બેંકે તેના ખાતાધારકોને ટ્વિટ કરીને એલર્ટ કર્યા છે અને કહ્યું છે કે ગ્રાહકોની અંગત માહિતી સ્પાઇવેયર દ્વારા ચોરી થઈ રહી છે. બેંક કહે છે કે સ્પાઇવેયર ગ્રાહકોની વ્યક્તિગત માહિતી ચોરી કરે છે જેમાં ફોન કોલ હિસ્ટ્રી, ટેક્સ મેસેજ, વપરાશકર્તાનું લોકેશન, બ્રાઉઝર હિસ્ટ્રી, કોન્ટેક્ટ લિસ્ટ, ઇમેઇલ અને ફોટો વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી શામેલ છે. તમને જણાવી દઈએ કે સ્પાઇવેયર એક એવો વાયરસ છે જે તેનું બેક ગ્રાઉન્ડને છુપાવીને તમારી ઑનલાઇન પ્રવૃત્તિને ચકાસે છે અને મહત્વપૂર્ણ માહિતી જેમ કે આઈડી, પાસવર્ડ અને ક્રેડિટ કાર્ડ નંબર ચોરી કરે છે.

કેવી રીતે સુરક્ષિત રાખવું

કેવી રીતે સુરક્ષિત રાખવું

સ્પાઇવેયરથી બચવા માટે તમારી પાસે સારું એન્ટિ વાયરસ સૉફ્ટવેર હોવું જોઈએ. કોઈ નકલી સૉફ્ટવેર ડાઉનલોડ કરવાનું ટાળવું જોઈએ. ક્યારેય ભૂલથી એન્ટિ-વાયરસ નકલી પૉપઅપ્સ પર ક્લિક કરશો નહીં. તમારે હંમેશા તમારી સિસ્ટમ ઑપરેટિંગ સિસ્ટમને અપડેટ કરવી જોઈએ. હંમેશા પાઈરેટેડ કરેલ એપ્લિકેશન્સ અથવા સૉફ્ટવેરથી બચો. આ જ નહીં, જો તમે તમારા બેંક ખાતામાંથી પૈસા તમારી જાણકારી વિના નીકળી જાય તો તરત જ કસ્ટમર કેરમાં કૉલ કરો અને કાર્ડને બ્લોક કરાવો. આ પછી, શક્ય એટલી જલ્દી પોલીસમાં કેશ નોંધાવો અને બેંકને પણ જાણ કરો.

English summary
PNB Alert to Their Customers about Spyware and Keep Your Banking Detail Safe
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X