For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Paytm ની નવી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થશે, ઘરે બેઠા પૈસા કમાવવાની તક

જો તમે પેટીએમ યુઝર પણ છો, તો તમારા માટે સારા સમાચાર છે. પેટીએમ ટૂંક સમયમાં જ નવી સેવા શરૂ કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પેટીએમ યુઝર પણ છો, તો તમારા માટે સારા સમાચાર છે. પેટીએમ ટૂંક સમયમાં જ નવી સેવા શરૂ કરી રહી છે. 2019-20ના નવા નાણાકીય વર્ષની શરુઆત સાથે, પેટીએમને મોટી મંજૂરી મળી ગઈ છે, ત્યારબાદ પેટીએમ યુઝર્સ હવે ઘરે બેઠા બેઠા પેટીએમ એપની મદદથી શેરબજારમાં રોકાણ કરી શકશે.

આ પણ વાંચો: Mutual Fund અને share વેચીને ટેક્સ બચાવો, આવો છે કાયદો

Paytm ની નવી સર્વિસ

Paytm ની નવી સર્વિસ

પેટીએમ તેના નવા વપરાશકર્તાઓ માટે નવી સર્વિસ શરુ કરવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં તમે પેટીએમ એપની મદદથી શેરબજારમાં રોકાણ કરી શકશો. સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ સ્ટોક બ્રોકિંગ સેવા માટે પેટીએમની સબ્સિડિયરી કંપની પેટીએમ મનીને મંજૂરી આપી છે, ત્યાર બાદ તમે પેટીએમની મદદથી શેર ખરીદી શકશો.

પેટીએમની મ્યુચ્યુઅલ ફંડ સેવા

પેટીએમની મ્યુચ્યુઅલ ફંડ સેવા

પેટીએમએ તાજેતરમાં મ્યુચ્યુઅલ ફંડ સર્વિસની રજૂઆત કરી. આ સેવા દ્વારા, તમે પેટીમાથી મ્યુચ્યુઅલ ફંડમાં 100 રૂપિયાની એસઆઈપી કરી શકો છો. પેટીએમએ 24 મ્યુચ્યુઅલ ફંડ સર્વિસ પ્રોવાઇડર્સ સાથે જોડાણ કર્યું છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં તમને વાર્ષિક વળતર 15% સુધી મળે છે. અહીં વળતર બજાર પર નિર્ભર કરે છે.

પેટીએમની નવી સર્વિસ

પેટીએમની નવી સર્વિસ

પેટીએમએ પેટીએમ મનીના બ્લોગ પર તેમની નવી સેવા વિશે માહિતી આપી અને સમજાવ્યું કે કંપનીને સેબી તરફથી સ્ટોક બ્રોકિંગ સેવાઓ માટે મંજૂરી મળી છે. પેટીએમને ન માત્ર સેબી પાસેથી સ્ટોક બ્રોકિંગને મંજૂરી મળી છે, પરંતુ સ્ટોક એક્સચેન્જ બીએસઈ અને એનએસઈ સાથે મેમ્બરશિપ માટે મંજૂરી મેળવી છે. આ નવી સેવા શરૂ થતાની સાથે તમને પેટીએમ એપ પર ઇક્વિટી અને રોકડ સેગમેન્ટ્સ, ડેરિવેટિવ્ઝ, ETFs જેવા ઘણા વિકલ્પો જોશો. આનાથી તમે ઘરે બેઠા વધુ પૈસા કમાઈ શકશો.

English summary
Paytm New Service: Soon Paytm will let you invest in shares
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X