For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરિયાત લોકોને ઝાટકો, PF ના 8.65% વ્યાજ પર સંકટ

આ સમાચાર નોકરી કરનારાઓ માટે એક ઝાટકો કરતાં ઓછા નથી. નાણામંત્રાલયે ઇપીએફઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે.

|
Google Oneindia Gujarati News

આ સમાચાર નોકરી કરનારાઓ માટે એક ઝાટકો કરતાં ઓછા નથી. નાણામંત્રાલયે ઇપીએફઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે. નાણામંત્રાલયે ઇપીએફઓને 2018-19ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા નક્કી કરાયેલા વ્યાજના દર 8.65 ટકાને લઈને પ્રશ્ન કર્યો છે.

આ પણ વાંચો: ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબર, RBI એ બેંકોને આપ્યો નિર્દેશ

નોકરિયાત લોકોને ઝાટકો

નોકરિયાત લોકોને ઝાટકો

નાણામંત્રાલયે પીએફના વ્યાજ દર વિશે ઇપીએફઓને પ્રશ્ન કર્યો છે. મંત્રાલયે 8.65% વ્યાજ આપવાની બાબતમાં ઇપીએફઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે, અને મંત્રાલયે પૂછ્યું છે કે ઇપીએફઓ પાસે પૂરતું ફંડ છે કે તે 8.65% વ્યાજ આપી શકે. મંત્રાલયે પૂછ્યું છે કે શું છેલ્લા નાણાકીય વર્ષ માટે નિયત વ્યાજને ચૂકવવા માટે ઇપીએફઓ પાસે સરપ્લસ છે.

સરકાર પર જવાબદારી

સરકાર પર જવાબદારી

હકીકતમાં, નુકસાનની સ્થિતિમાં ઇપીએફઓ ગ્રાહકોને ચુકવણીની જવાબદારી સરકાર પર હોય છે, આવામાં ફંડને લઈને ખાસ સાવધાન રહેવું જરૂરી છે. સરકાર આવનારા સમયમાં પીએફ શેરધારકોને કોઇ પણ પ્રકારનું નુકશાન થાય એવું ઇચ્છતી નથી, તેથી મંત્રાલયે ઇપીએફઓ પાસે વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે.

વ્યાજના દરમાં કેટલો વધારો થયો

વ્યાજના દરમાં કેટલો વધારો થયો

તમને જણાવી દઈએ કે ઇપીએફઓએ પીએફ પર વ્યાજના દરમાં 0.10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઇપીએફઓના નિર્ણય પછી, વ્યાજના દર હવે 8.65 ટકા છે. 2017-18ના નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ 8.55 ટકા વ્યાજદર આપ્યો હતો. વર્ષ 2017-18 માં, ઇપીએફઓએ પાંચ વર્ષમાં સૌથી ઓછો 8.55 ટકાના દરે વ્યાજદર ઉપલબ્ધ કરાવ્યો હતો.

English summary
Big News For PF Subscribers: Finance Ministry asked EPFO about enough surplus to Pay 8.65% Interest
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X