For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેકબેરી 10 સ્માર્ટફોનનું આજે લોન્ચિંગ થશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

blackberry-10
નવી દિલ્હી, 30 જાન્યુઆરી: બ્લેકબેરી ફોન નિર્માણા કેનેડાની કંપની રિમ આજે એક નવો અને દમદાર સ્માર્ટફોન બ્લેકબેરી 10 લોન્ચ કરવા જઇ રહી છે. આ ફોનમાં રિમે એક એવી ઓપરેટિંગ સિસ્ટમ નાખી છે જે આઇફોન, એંડ્રોઇડ અને વિંડોઝ ફોનના યૂઝર્સને પોતાની તરફ ખેંચી શકે છે. બ્લેકબેરીમાં શું નવું અને અલગ છે, બ્લેકબેરી-10 એક નવા ઇન્ટરફેસ સાથે લોન્ચ કરવામાં આવી રહ્યો છે જે જેસ્ચર્સ અને મલ્ટીટાસ્કિંગને વધારો આપે છે. આમાં બિલ્કુલ નવું ટચ કી-બોર્ડ અને એક ખૂબ ઝડપી ચાલનાર બ્રાઉઝર છે.

આ લોચિંગ સમારોહમાં વિશ્વના કેટલાક દેશોમાં આયોજીત કરવામાં આવશે. ભારતમાં આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કંપની દ્રારા મળતી માહિતી મુજબ લોન્ચિંગ બાદ તાત્કાલિક આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ થઇ જશે. રિમે બ્લેકબેરી 10 ઓપરેટિંગ સિસ્ટમવાળા બે નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની જાહેરાત કરી છે. જો કે રિમે અત્યારે આ બે હેન્ડસેટના વિવરણ અંગે કોઇ માહિતી આપી નથી.

ગત કેટલાક મહિનાઓથી સ્લિમ અને સ્લીક ડિઝાઇન અપનાવી રહ્યું છે અને એવું લાગી રહ્યું છે કે રિમ એવી ઓપરેટિંગ સિસ્ટમ 10 ડિવાઇસોને રજૂ કરશે. લુક પ્રમાણે કહેવામાં આવે છે કે આ બ્લેકબેરી પ્લેબુકનું માઇક્રો વર્જન છે. જે તુલનાત્મક રીતે હલકો અને ખિસ્સામાં રાખવામાં આરામદાયક રહેશે.

English summary
BlackBerry maker RIM will launch its new platform on January 30, a move that analysts feel is crucial for the company that has seen market share declining steadily in the smartphone category.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X