શેર બજારમાં કડાકો, 1459 અંક ટૂટ્યો સેંસેક્સ, નિફ્ટીમાં પણ કમજોરી
શેર બજારમાં કડાકો, 1459 અંક ટૂટ્યો સેંસેક્સ, નિફ્ટીમાં પણ કમજોરી
નવી દિલ્હીઃ માર્ચના પહેલા અઠવાડિયામા શેર બજારમાં ભારે ગીરાવટ જોવા મળી. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1459.52 અંકની ગિરાવટ સાથે 37,011.09ના સ્તર પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 362.30 અંકની ગિરાવટ સાથે 10,906.70ના સ્તર પર ખુલ્યો. ડૉલરના મુકાબલે રૂપિયો પણ કમજોર થયો છે. આજે ડૉલરના મુકાબલે રૂપિયો 57 પૈસાની કમજોરી સાથે 73.92 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે.

એક સમયે યશ બેંકના શેર રોકાણકારોના ફેવરિટ શેર હતા, પરંતુ આજે તેના શેરમાં 25 ટકા જેટલો કડાકો જોવા મળ્યો છે. રિજર્વ બેંક તરફથી ફસાયેલ એનપીએનો ખુલાસો દરેક ક્વાર્ટર કરવાના નવા નિયમથી યસ બેંકની મુશ્કેલી વધતી જઈ રહી છે. ઈંડસઈંડ બેંકના શેર 116 ટકાના કડાકા સાથે 959.45 રૂપિયાના સ્તર પર ખુલ્યા.
એસબીઆઈના શેર 24 રૂપિયાના સ્તર પર ખુલ્યા. હિન્ડોલકાના શેર 11 રૂપિયાની ગિરાવટ સાથે 144.05 રૂપિયાના સ્તર પર ખુલ્યા. ટાટા મોટર્સના શેર 10 રૂપિયાની ગિરાવટ સાથે 115.30 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે.
માત્ર એયયૂએલના શેર 5 રૂપિયાની તેજી સાથે 2218 રૂપિયાના સ્તર પર ખુલ્યા છે. સવારે 10 વાગ્યાની વાત કરીએ તો હજી પણ શેર બજારમાં ગિરાવટ ચાલુ છે. હાલ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1085.24 અંકોની ગિરાવટ સાથે 3738.37ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 322.10 અંકની ગિરાવટ સાથે 10946.90ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે.












Click it and Unblock the Notifications
