For Quick Alerts
For Daily Alerts
સ્ટોક એક્સચેન્જીસમાં દિવાળીના દિવસે 75 મીનિટનું 'મુહૂર્ત ટ્રેડિંગ' યોજાશે
મુંબઇ,નવી દિલ્હી, 18 ઓક્ટોબર : નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) દ્વારા 23 ઓક્ટોબર, 2014 ગુરુવારના રોજ દિવાળી હોવા પ્રસંગે 75 મીનિટનું ખાસ 'મુહૂર્ત ટ્રેડિગ' સેશન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ટ્રેડિંગ સેશન 18.15થી 19.30 (સાંજે 6.15થી 7.30) સુધી યોજવામાં આવશે.
આ સંદર્ભમાં એનએસસી દ્વારા જાહેર કરવામાં આવેલી એક નોંધમાં કહેવામાં આવ્યું છે કે 'દિવાળી હોવાના પ્રસંગે અમે 23 ઓક્ટોબર, 2014 ગુરુવારના રોજ સ્પેશ્યલ સેશનનું આયોજન કરીશું.'