મોદી ઇફેક્ટ : સેન્સેક્સ 25000, નિફટી 7500ની સપાટીએ
મુંબઇ, 16 મે : ચૂંટણી પરિણામો બહાર આવતા ટ્રેન્ડને જોતા માર્કેટમાં બીએસઇ સેન્સેક્સ 25000, નિફ્ટી 7500ની સપાટી વટાવી દીધી છે. ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણીમાં મતગણતરીમાં મોટા પાયે સરસાઈ પ્રાપ્ત કરી હોવાના અહેવાલોને પગલે મુંબઈ શેરબજારમાં સેન્સેક્સે સવારના જ સોદાઓમાં ભારે ઉછાળો નોંધાયો છે.
આજે સવારે પ્રારંભિક સેશનમાં ભારેમાં 1109.25 પોઈન્ટ એટલે 4.64 ટકાનો ઉછાળો પ્રાપ્ત કર્યો છે. સવારે 9.30 વાગ્યે સેન્સેકન્સે 25,014.85ના મેજિક આંકને સ્પર્શ કરી લીધો હતો. જ્યારે નિફ્ટી 336.25 પોઇન્ટ એટલે કે 4.72 ટકાના ઉછાળા સાથે 7,459.40 પોઇન્ટ પર પહોંચ્યો હતો.

માર્કેટ બ્રોકર્સનું કહેવું છે કે માર્કેટમાં શુક્રવારે બપોર સુધી અનિષ્ચિત સ્થિતિ બની રહેશે. બપોર બાદ ચૂંટણી પરિણામોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ માર્કેટમાં એક તરફી વલણ જોવા મળી શકે છે.
આજે ઓઇલ એન્ડ ગેસ, બેંક, પાવર, રિયાલ્ટી અને કેપિટલ ગુડ્સના શેરોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
સેન્સેક્સ ગઈ કાલે 23,905.60ના આંકે બંધ રહ્યો હતો.












Click it and Unblock the Notifications
