BSNLની જબરજસ્ત ઓફર, આ પ્લાનમાં રોજ મળશે 3GB ડેટા
BSNL પોતાના ગ્રાહકો માટે ખાસ આકર્ષક પ્લાન લઈને આવ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ક્રિસમસ દરમિયાન પોતાના ગ્રાહકોને ગિફ્ટ આપવા માટે નવા એક્સાઈટિંગ પ્લાન્સ રજૂ કર્યા છે.
BSNL પોતાના ગ્રાહકો માટે ખાસ આકર્ષક પ્લાન લઈને આવ્યું છે. ભારત સંચાર નિગમ લિમિટેડે ક્રિસમસ દરમિયાન પોતાના ગ્રાહકોને ગિફ્ટ આપવા માટે નવા એક્સાઈટિંગ પ્લાન્સ રજૂ કર્યા છે. એટલે કે ગ્રાહકોએ આ માટે કોઈ એક્સ્ટ્રા કોસ્ટ નહીં આપવી પડે. આ સાથે જ BSNLએ પોતાના 666 રૂપિયાવાળા પ્લાનમાં પણ પરિવર્તન કર્યું છે. આ પ્લાનનું નામ BSNL સિક્સર પ્લાન છે. આ પ્લાનમાં 2 જીબી ડેટા મળતો હતો, જે કંપનીએ વધારી દીધો છે. પોતાની એક્સ્ટ્રા ડેટા ઓફર અંતર્ગત BSNLએ નક્કી કર્યુ છે કે 31 ડિસેમ્બર 666 રૂપિયાવાળા પ્લાનમાં 3જીબી ડેટા રોજ મળશે. જોકે 31 ડિસેમ્બર બાદ ડેટા બેનિફિટ ફરીથી 2 જીબી પ્રતિ દિવસ થઈ જશે.

666 રૂપિયાવાળા પ્લાનમાં 3 જીબી ડેટાવાળી સુવિધા 23 ડિસેમ્બરથી શરૂ થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે બીજી વખત આ પ્લાનમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. કેટલાક સમય પહેલા સરકારે BSNL અને MTNLના મર્જરની જાહેરાત કરી હતી, જે બાદ BSNLએ 666 રૂપિયાવાળા પ્લાનમાં પરિવર્તન કરતા MTNL નંબર પર ફ્રી વોઈસ કૉલિંગની સુવિધા આપવાની શરૂઆત કરી હતી.
1,999 રૂપિયાના પ્લાનમાં મળશે 425 દિવસની વેલિડીટી
BSNL 1,999 રૂપિયાવાળા પ્લાનમાં 60 દિવસની એક્સ્ટ્રા વેલિડટીવાળી ઓફર 25 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી 2020 સુથી તમામ સર્કલ્સમાં મળશે. 31 જાન્યુઆરી સુધી આ પેક રિચાર્જ કરાવનાર લોકોને પણ 425 દિવસની વેલિડિટી મળશે. આ પ્લાનમાં 365 દિવસના બદલે 425 દિવસની બમ્પર વેલિડીટી મળે છે. આ પ્લાનમાં યુઝરને કુલ 1275 જીબી ડેટા મળે છે. એટલું જ નહીં આ પ્લાન સબસ્ક્રાઈબ કરનાર યુઝર્સને BSNL ટ્યુન્સ અને BSNL ટીવી ફ્રીમાં વાપરવા મળશે.












Click it and Unblock the Notifications
