For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીએસએનએલના 18400 કર્મચારીઓએ વીઆરએસ માટે કર્યુ આવેદન

સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાના તમામ કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધી 18400 કર્મચારીઓએ વીઆરએસના વિકલ્પને પસંદ કર્યો છે.

|
Google Oneindia Gujarati News

સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાના તમામ કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ આપ્યો હતો ત્યારબાદ અત્યાર સુધી 18400 કર્મચારીઓએ વીઆરએસના વિકલ્પને પસંદ કર્યો છે. ખૂબ જ નુકશાનમાં ચાલી રહેલ બીએસએનએલે પોતાના કર્મચારીઓને સ્વેચ્છાએ રિટાયર થવાનો વિકલ્પ આપ્યો હતો. કેન્દ્ર સરકારે આ પહેલા બીએસએનએલ અને એમટીએનએલને નુકશાનમાંથી બહાર કાઢવા માટે 70000 કરોડ રૂપિયાની મદદ આપવાનુ એલાન કર્યુ હતુ. 70000 કરોડ રૂપિયામાં સરકારે 30000 કરોડ રૂપિયા બંને કંપનીઓના કર્મચારીઓને સ્વેચ્છાથી વીઆરએસ લેવા માટે આપ્યા છે.

7000 કરોડની થશે બચત

7000 કરોડની થશે બચત

બીએસએનએલના કર્મચારીઓ માટે સ્વેચ્છાથી રિટાયરમેન્ટ લેવાનો વિકલ્પ 4 ડિસેમ્બર સુધી રહેશે. આ સ્કીમની શરૂઆત 3 નવેમ્બરના રોજ કરવામાં આવી છે. ધ હિંદુના સમાચાર મુજબ સૂત્રોએ જણાવ્યુ કે 18400 કર્મચારીઓએ આ વિકલ્પને વિકલ્પ લેવા માટે યોગ્ય ગણાવ્યો છે. બીએસએનએલમાં કુલ 1.5 કર્મચારી છે. કંપનીને આ વાતનુ અનુમાન છે કે લગભગ 70થી 80 હજાર કર્મચારી વીઆરએસ માટે આવેદન કરી શકે છે જેના કારણે કંપની લગભગ 7000 કરોડ રૂપિયા બચાવી શકશે.

આપવામાં આવશે અનુદાન

આપવામાં આવશે અનુદાન

બીએસએનએલની વીઆરએસ સ્કીમ 2019 હેઠળ બધા સ્થાયી કર્મચારી અને જેમની ઉંમર 50 વર્ષ કે તેનાથી વધુ છે તે આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે. જે કર્મચારી આ વિકલ્પ પસંદ કરશે તેમને પૂરા કાર્યકાળના અનુદાનની ચૂકવણી કરવામાં આવશે જે રિટાયરમેન્ટ સુધીની ઉંમર છે. બચેલી નોકરીના કાર્યકાળ માટે કર્મચારીઓને પ્રતિ મહિને 25 દિવસની સેલેરીન હિસાબે અનુદાન આપવામાં આવશે. સાથે જેટલા વર્ષ તેમણે નોકરી કરી છે તેમાંથી દર મહિને 35 દિવસના હિસાબથી તેમને અનુદાન આપવામાં આવશે.

એમટીએનએલના કર્મચારીઓ માટે પણ વિકલ્પ

એમટીએનએલના કર્મચારીઓ માટે પણ વિકલ્પ

વળી, એમટીએનએલની વાત કરીએ કે જે માત્ર દિલ્લી અને મુંબઈમાં જ સંચાલિત છે તેના પણ કર્મચારીઓ માટે વીઆરએસનો વિકલ્પ ચાલુ છે. આ સ્કીમને ગુજરાત મોડલ હેઠળ લાગુ કરવામાં આવી છે. આ યોજના એમટીએનએલના કર્મચારીઓ માટે 3 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. તમને જણાવી દઈએ કે સતત નુકશાનમાં ચાલી રહેલી કંપનીઓને નુકશાનમાંથી બહાર કાઢવા માટે સરકારે આ નિર્ણય લીધો છે.

આ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ ચુકાદા પહેલા લોકો ભેગુ કરી રહ્યા છે જરૂરી રાશન, અમુક લોકો છોડી રહ્યા છે શહેરઆ પણ વાંચોઃ અયોધ્યા કેસઃ ચુકાદા પહેલા લોકો ભેગુ કરી રહ્યા છે જરૂરી રાશન, અમુક લોકો છોડી રહ્યા છે શહેર

English summary
BSNL's 18400 employees opt for VRS under government's this skim which is open till 4 december
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X