BUDGET 2019: સવર્ણ અનામતે જગાડી ટેક્સપેયર્સને આશા, શું મળશે આ ભેટ

સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત મળ્યા બાદ હવે ટેક્સપેયર્સની બજેટમાંથી આશા પણ વધી છે.

સવર્ણ સમાજના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામત મળ્યા બાદ હવે ટેક્સપેયર્સની બજેટમાંથી આશા પણ વધી છે. આ વર્ગના લોકો માટે અનામતના માપદંડ નક્કી કરાયા છે. જેમાંથી એક છે 8 લાખ સુધીની આવક. ટેક્સપેયર્સનું માનવું છે કે જો 8 લાખની આવક ધરાવતો નાગરિકે આર્થિક રીતે નબળો છે, તો તેની પાસેથી ઈન્કમટેક્સ કેવી રીતે વસુલી શકાય. કારણ કે ટેક્સ વસુલવાની ધારણા એ છે કે હંમેશા તે સંપન્ન લોકો પાસેથી લેવામાં આવે છે. એટલે લોકોને આશા છે કે કદાચ નરેન્દ્ર મોદી સરકાર 2019ના બજેટમાં સારી એવી રાહત આપી શકે છે. આમ પણ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા વચગાળાનું બજેટ રજૂ કરી રહી છે, એટલે શક્યતા છે કે સરકાર જનતાને ભેટ આપી શકે છે.

આ પણ વાંચો: Budget 2019: સરકાર આયુષ્માન ભારત યોજનાના દાયરામાં વધારો કરી શકે છે

4 વર્ષથી નથી વધારાઈ ટેક્સમાં છૂટની મર્યાદા

4 વર્ષથી નથી વધારાઈ ટેક્સમાં છૂટની મર્યાદા

પાછલા 4 વર્ષમાં આવક વેરાની મર્યાદા નથી વધારાઈ. જો કે આ ચાર વર્ષમાં લોકોની આવક જરૂર વધી છે. એટલે 2019માં તે વધવી જોઈએ. આમ પણ પાછલી સરકારો દર વર્ષે ઈન્કમટેક્સમાં કોઈના કોઈ રાહત તો આપતી જ હતી. હાલ આવકવેરામાં છૂટની મર્યાદા 2.5 લાખ છે. આશા છે કે સવર્ણ અનામતને જો આધાર માનવામાં આવે તો મોદી સરકાર ટેક્સ બરતા લોકોને ભેટ આપી શકે છે. મળતી માહિતી પ્રમાણે આ છૂટ 4 થી 5 લાખ સુધીની થઈ શકે છે.

સિનીયર સિટીઝનને પણ રાહતની આશા

સિનીયર સિટીઝનને પણ રાહતની આશા

બજેટ 2019માંથી સિનિયર સિટીઝન ટેક્સપેયર પણ આવકવેરામાં છૂટની મર્યાદા 3 લાખથી વધારવાની માગ કરી રહ્યા છે. ત્યારે સિનિયર સિટીઝન માટેની મર્યાદા 5 લાખ થઈ શકે છે. તો સુપર સિનિયર સિટીઝન માટે 7 લાખ રૂપિયા સુધીની આવક ટેક્સ ફ્રી થઈ શકે છે. આ લોકોનો તર્ક છે કે સિનિયર સિટીઝન આખી જિંદગી ટેક્સ ચૂકવે છે, તો તેમને રાહત મળવી જોઈએ.

બીમારીની સારવાર પર પણ છૂટ

બીમારીની સારવાર પર પણ છૂટ

બજેટ 2019માં સિનિયર સિટીઝન ટેક્સ પેયર્સ તેમને સારવારના ખર્ચમાં વધુ રાહત ઈચ્છી રહ્યા છે. સિનિયર સિટીઝનની માગ છે કે મેડિકલ ઈન્સ્યોરન્સ પર ટેક્સમાં છૂટની મર્યાદા વધારવી જોઈએ. સેક્શન 80ડી અંતર્ગત સિનિયર સિટીઝનને વધુ છૂટ મળવી જોઈએ. સારવારના ખર્ચ માટે 50 હજાર સુધીની રકમ ઓછી છે, જેને વધારવી જોઈએ.

રોકાણકારો પણ ટેક્સમાં છૂટના પક્ષમાં

રોકાણકારો પણ ટેક્સમાં છૂટના પક્ષમાં

સ્ટોક માર્કેટના ટ્રેડર્સની માગ છે કે બજેટ 2019માં લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ હટાવી લેવો જોઈએ. મોદી સરકારે આ ટેક્સ ગત વર્ષે બજેટમાં લાગુ કર્યો હતો. જેમા શેરમાંથી થતી 1 લાખ કરતા વધુની આવક પર 10 ટકા ટેક્સ લાગે છે. વેપારીઓની માગ છે કે 10 ટકા ટેક્સ હટાવવો જોઈએ. તેમનુ માનવું છે કે આ એક રિસ્કી રોકાણ હોય છે, ત્યારે સ્ટોક માર્કેટમાં રોકાણને પ્રોત્સાહન આપવું જોઈએ. ટેક્સ લગાવવાને કારણે ટેક્સ પેયર્સને મુશ્કેલી પડી શકે છે.

મહિલાઓને આશા

મહિલાઓને આશા

દેશમાં અડધી વસ્તી મહિલાઓની છે જેમને પણ બજેટમાંથી રાહતોની આશા છે. મહિલાઓ ઈચ્છે છે કે મેટરનિટી લીવ દરમિયાન જે પગાર મળે છે તે ટેક્સ ફ્રી હોવો જોઈએ. મહિલાઓનું કહેવું છે કે તેમને 2008 સુધી વધારાની છૂટ મળી હતી, જે પરત ખેંચી લેવાઈ હતી. આ છૂટ ફરી શરૂ થવી જોઈએ. મહિલાઓની એવી પણ માગ છે કે મહિલાઓ માટે અલગ ટેક્સ સ્લેબ બનાવવો જોઈએ. જેનાથી ટેક્સ પેયર્સ મહિલાઓે રાહત મળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X