For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2019: ખેડૂતો માટે ખજાનો ખોલી શકે છે સરકાર, પગાર આપવાનો પ્રસ્તાવ લાવી શકે

Budget 2019: ખેડૂતો માટે ખજાનો ખોલી શકે છે સરકાર, પગાર આપશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણીની ઠીક પહેલા કેન્દ્રની મોદી સરકાર આજે પોતાનું અંતિમ બજેટ રજૂ કરવા જઈ રહી છે. નાણઆ મંત્રી અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણા મંત્રાલયનો પ્રભાર સંભાળી રહેલ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ લોકસભામાં વચગાળાનું બજેટ રજૂ કરશે. આ બજેટને લઈ કેટલાય પ્રકારના અંદાજા લગાવવામાં આવી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સરકાર આ બજેટ દરમિયાન કોઈ લોભામણી ઘોષણા કરી શકે છે. આ બજેટમાં યુવાઓ અને ખેડૂતો માટે કેટલીયમ ઘોષણા થઈ શખે છે. જ્યારે અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે બજેટમાં ખેડૂતોને રાહત પેકેજનું એલાન કરવામાં આવી શકે છે, જે અંતર્ગત ખેડૂતોના ખાતામાં નિશ્ચિત રકમ જમા થશે.

ખેડૂતોને પગાર આપી શકે છે સરકાર

ખેડૂતોને પગાર આપી શકે છે સરકાર

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા રજૂ થનાર હોવાથી બજેટને લઈ વિવિધ પ્રકારના અંદાજાઓ લગાવવામાં આી રહ્યા છે. નીતિ આયોગે પણ સરકારને ભલામણ કરી છે કે દર વર્ષે ખેડૂતોના ખાતામાં 15 હજાર રૂપિયા જમા કરાવવામાં આવે. આ રકમ ખેડૂતોને તેમની જમીનના આધારે આપવામાં આવશે. આ યોજનાને લાગુ કરવા માટે કિસાન ક્રેડિટ કાર્ડને ઉપયોગમાં લેવામાં આશે. હાલના સમયમાં 3 કરોડ ખેડૂતો આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે.

ખેડૂતો મટે કેટલીય ઘોષણા થઈ શકે છે

ખેડૂતો મટે કેટલીય ઘોષણા થઈ શકે છે

જો સરકાર આવી ઘોષણા કરે છે તો દેશની તિજોરી પર મોટો બોજો પડશે. આ એલાનના કારણે સરકારી ખજાના પર 1 લાખ કરોડનો વધારાનો બોજો વધી શકે છે. જ્યારે સુત્રો મુજબ ખેડૂતો માટે વ્યાજ મુક્ત લોનની પણ જાહેરાત કરવામાં આવી શકે છે અને ફસલ વિમા યોજના પણ શરૂ કરવામાં આવી શકે છે. હાલમાં જ સરકારે કેટલાક રાજ્યોના ખેડૂતો માટે દુષ્કાળ રાહત પેકેજ જાહેર કર્યું હતુ્ં. આ પેકેજ માટે 6700 કરોડ રૂપિયાનું એલાન કરવામાં આવ્યું હતું.

બજેટ પહેલા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવબજેટ પહેલા સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો તમારા શહેરમાં કેટલો છે ભાવ

8-10 હજાર રૂપિયા આપવાનો પ્રસ્તાવ આવી શકે

8-10 હજાર રૂપિયા આપવાનો પ્રસ્તાવ આવી શકે

સુત્રો મુજબ લોકસભા ચૂંટણી પહેલા સરકાર આ બજેટ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે, જેમાં એક પરિવારને વાર્ષિક 8-10 હજાર રૂપિયા આપવાનો પ્રસ્તાવ, 3 લાખ રૂપિયા સુધીની વ્યાજ મુક્ત લોન, ફસલ વીમા યોજના માટે 15000 રૂપિયાનું ફંડ ઉપરાંત ફસલ વીમાનું પ્રીમિયમ માફ કરવામાં આવી શકે છે.

English summary
Budget 2019: modi government may announce agriculture package for farmers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X