બજેટ 2020 : ડિવિડન્ડ ફંડને લઇને નાણાંપ્રધાન કરી શકે છે જાહેરાત
આવતીકાલે નાણામંત્રી નિર્મલા સિતારમણ વર્ષ 2020નું બજેટ રજૂ કરશે. બજેટની તૈયારીઓ ખુબ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે કરોડો લોકોની નજર રજુ થનારા આ બજેટ પર છે. સરકાર આ બજેટમાં ડિવિડંન્ડને આવકમાં જોડવાની જાહેરાત કરી શકે છે. તેનો મતલબ એ થશે કે ડિવિડંન્ડને આવકનો એક હિસ્સો માનવામાં આવશે. તેના બદલે સરકાર કંપનીઓને રાહત આપી ડિવિડંન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ને સંપૂર્ણપણે સમાપ્ત કરી શકે છે.
મળી શકે છે 20 ટકા માનક કપાત
અહેવાલ મુજબ આ વખતે બજેટમાં શેરબજાર સાથે સંકળાયેલા મહત્વના નિર્ણયોની જાહેરાત થઇ શકે છે. તો વળી આમા ડીડીટીને હટાવવાનો સમાવેશ થઇ શકે છે. જોકે હાલમાં ડિવિડેંટમાં કર ચુકવવાની જવાબદારી કંપની પર હોય છે. ડિવિડેંડમાં 20.55 ટકા ડીડીટી લાગે છે. જેમા સરચાર્જ અને એજ્યુકેશન સેસનો સમાવેશ થાય છે. એક સરકારી અધીકારીના જણાવ્યા અનુસાર સરકાર શેરધારકોને મળતા ડિવિડેંટને તેમની આવક સાથે જોડી શકે છે. જોકે તેમાં 20 ટકા માનક કપાત આપવામાં આવી શકે છે. દાખલા તરીકે જો કોઇને 1 લાખ રૂપિયા ડિવિડેંડ મળે છે તો તેને 20 ટકા ડિડક્શન મળશે અને બાકીના 80,000 રૂપિયા તેની આવકમાં સમાવેશ કરવામાં આવશે જેના પર આવકવેરો ભરવો પડશે.
શેરધારકોને પહેલા કરતા અધિક ડિવિડેંડ
ટેક્સ એક્સપર્ટે જણાવ્યુ હતુ કે જો આવું થાય તો ખુબ સારી બાબત છે. તેના કારણે સરકારને ફાયદો થશે અને શેરધારકોને પણ ડિવિડેંડ મળશે. ડીડીટિ લાગવાથી કંપનીઓને પહેલાથી જ કુલ રાશિ 20 ટકા ટેક્સ તરીકે રાખવાનું હતુ. જો ડીડીટિ દૂર થયુ તો તેઓ ડિવિડન્ડ તરીકે આખી રકમ આપી શકશે અને આ શેરધારકોને પહેલાની સરખામણીએ ડિવિડેંડ મળશે. જે તેમની આવકમાં જોડાઇ જશે. પરંતુ તેની અસર નીચલા ટેક્સ સ્લેબમાં આવતા લોકો પર નહી થાય પરંતુ ઇન્કમ ટેક્સના 30 ટકા સ્લેબમાં આવતા લોકોને નુક્સાન થશે.
આ પણ વાંચોઃ આર્થિક સર્વે સંસદમાં રજૂ કરાયો, 2020-21માં 6 થી 6.5% જીડીપીનુ અનુમાન