For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Budget 2023: આ વખતનુ પેપરલેસ બજેટ દસ્તાવેજ ઑનલાઈન આ રીતે જુઓ

1 ફેબ્રુઆરી, 2023ના રોજ દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ પેપરલેસ કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ રીતે ઑનલાઈન તમે બજેટની સમગ્ર માહિતી જોઈ શકો છો તેમજ ડાઉનલોડ કરી શકો છો.

|
Google Oneindia Gujarati News

Budget 2023: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2023-24નુ સામાન્ય બજેટ રજૂ કરશે. આ દિવસે બજેટનુ સીધુ પ્રસારણ સવારે 11 વાગ્યાથી સંસદમાં નાણામંત્રીના ભાષણ સાથે જ શરુ થઈ જશે. બજેટમાં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તરફથી કરવામાં આવતી જાહેરાતો, તેનુ સીધુ પ્રસારણ તમે લોકસભા ટીવી, રાજ્યસભા ટીવી અને દૂરદર્શન પર લાઈવ જોઈ શકશો.

budget 2023

આ ઉપરાંત ખાનગી ચેનલો પણ નાણામંત્રી સીતારમણનુ ભાષણ ટેલિકાસ્ટ કરશે. જો કે, આ માત્ર બજેટ ભાષણ હશે, જો તમે સંપૂર્ણ બજેટ દસ્તાવેજ જાતે જોવા માંગતા હો, તો તેની વ્યવસ્થા પણ નાણાં મંત્રાલય દ્વારા ગોઠવવામાં આવશે અથવા જો તમે બજેટ ભાષણનુ લાઇવ ટેલિકાસ્ટ જોઈ શક્યા નથી, તો તમે તમારી જરૂરિયાત મુજબ બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો પણ ડાઉનલોડ કરી શકો અને માહિતી મેળવી શકશો.

જો તમે કોઈ કારણસર બજેટ ભાષણ ચૂકી ગયા હોવ અથવા તેને સંબંધિત કોઈ ચોક્કસ વિભાગ સાથે સંબંધિત વિગતવાર માહિતી જોઈતી હોય. તો તેના માટે તમે 'Union Budget Mobile App'નો પણ ઉપયોગ કરી શકો છો. તેની મદદથી તમે બજેટ સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો.

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા પેપરલેસ મોડમાં રજૂ કરવામાં આવેલ આ સતત ત્રીજુ સામાન્ય બજેટ છે. નાણામંત્રીનુ ભાષણ પૂરુ થતાની સાથે જ તેમની તમામ જાહેરાતો આ એપ પર અપલોડ કરવામાં આવશે. અહીં તમામ માહિતીને અલગ-અલગ વિભાગોમાં વહેંચવામાં આવશે, જેથી જરૂરિયાત મુજબ વિગતો મેળવવામાં અનુકૂળતા રહે. હકીકતમાં, બજેટ સંબંધિત તમામ દસ્તાવેજો(કુલ 14) એપ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કેન્દ્રીય બજેટ મોબાઈલ એપ પરની તમામ માહિતી હિન્દી અને અંગ્રેજી બંનેમાં ઉપલબ્ધ હશે. આ એપ Google Play Store (Android ઉપકરણો માટે) અને Apple App Store (iOS ઉપકરણો માટે) પરથી ડાઉનલોડ કરી શકાય છે. જો તમે ઇચ્છો તો, તમે તેને indiabudget.gov.in.portal પરથી પણ એક્સેસ કરી શકો છો.

બજેટ 2023 સંબંધિત દસ્તાવેજો જોવા અથવા ડાઉનલોડ કરવા માટે:-

1. https://www.indiabudget.gov.in/ પર જાવ.
2. બજેટ ભાષણ પર ક્લિક કરો.
3. 2023-243 માટે પીડીએફ ડૉક્યુમેન્ટ શોધો.

English summary
Budget 2023 will be available on Union Budget Mobile App, Download or see all the data.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X