Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

budget 2024: 7મું બજેટ રજૂ કરીને ઈતિહાસ રચશે નિર્મલા સીતારમન, કોણે આપ્યું સૌથી મોટું અને નાનું ભાષણ?

budget 2024 in Gujarati: નાણાંમંત્રી નિર્મલા સીતારમણ મંગળવારે સતત 7મું બજેટ રજૂ કરશે. આ સાથે તેઓ ઈતિહાસ રચશે. હાલમાં સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે.

નિર્મલા સીતારામનને 2019 માં ભારતના પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે સતત છ બજેટ રજૂ કર્યા છે. જેમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં રજૂ કરાયેલ વચગાળાનું બજેટ પણ સામેલ છે.

નાણાકીય વર્ષ 2024-25 (એપ્રિલ 2024 થી માર્ચ 2025) માટેનું સંપૂર્ણ બજેટ તેમનું સતત સાતમું બજેટ હશે. તેઓ મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. દેસાઈએ 1959 અને 1964 વચ્ચે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.

ભારતમાં બજેટની રજૂઆત સાથે જોડાયેલા રસપ્રદ તથ્યો આ અહેવાલમાં આપણે જાણીશું. આ સાથે એ પણ જાણીશું કે, સૌથી લાંબુ ભાષણ કોણે આપ્યું હતું અને સૌથી ટૂંકું ભાષણ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું?

budget 2024 in Gujarati

સ્વતંત્રતા પછી, ભારતમાં પ્રથમ વખત, કેન્દ્રીય બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ દેશના પ્રથમ નાણામંત્રી આર. કે. સન્મુખમ ચેટ્ટી દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું.

સૌથી વધુ વખત બજેટ કોણે રજૂ કર્યું? - સૌથી વધુ બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈના નામે છે. તેમણે વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને બાદમાં લાલ બહાદુર શાસ્ત્રીના કાર્યકાળ દરમિયાન નાણામંત્રી તરીકે 10 બજેટ રજૂ કર્યા હતા.

પી ચિદમ્બરમે 9 વખત બજેટ રજૂ કર્યું - સૌથી વધુ વખત બજેટ રજૂ કરવાના મામલે પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ બીજા ક્રમે છે. તેમને આ તક 9 વખત મળી છે.

પી ચિદમ્બરમે પ્રથમ વખત 19 માર્ચ 1996ના રોજ વડાપ્રધાન એચડી દેવગૌડાની આગેવાની હેઠળની સરકાર દરમિયાન બજેટ રજૂ કર્યું હતું.

પ્રણવ મુખર્જીએ 8 વખત બજેટ રજૂ કર્યું - પ્રણવ મુખર્જીએ નાણામંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન આઠ બજેટ રજૂ કર્યા હતા. તેમણે 1982, 1983 અને 1984માં બજેટ રજૂ કર્યા અને કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારમાં ફેબ્રુઆરી 2009 અને માર્ચ 2012 વચ્ચે સતત પાંચ બજેટ રજૂ કર્યા હતા.

નિર્મલા સીતારમને સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું - ભારતમાં સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ નિર્મલા સીતારમનના નામે છે. 1 ફેબ્રુઆરી, 2020 ના રોજ, તેમણે બે કલાક અને 40 મિનિટ સુધી ભાષણ આપ્યું હતું. સમયની અછતને કારણે, તેમણે પોતાનું ભાષણ બે પાના બાકી રાખીને ટૂંકું કર્યું હતું.

હિરુભાઇ મુળજીભાઈ પટેલે સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યું - હિરુભાઈ મુલજીભાઈ પટેલે 1977માં સૌથી ટૂંકું બજેટ ભાષણ આપ્યું હતું. તેમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. તેમના ભાષણમાં માત્ર 800 શબ્દો હતા.

બજેટ કયા સમયે રજૂ થાય છે? - અગાઉ બજેટ ફેબ્રુઆરીના અંતિમ દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. આ સંસ્થાનવાદી સમયગાળાની પરંપરા અનુસાર હતું. ગુલામીના દિવસોમાં લંડનમાં દિવસ હતો, ત્યારે ભારતમાં જાહેરાતો કરવામાં આવતી હતી.

ભારત બ્રિટનના સમય કરતાં 4 કલાક 30 મિનિટ આગળ છે. સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાથી ખાતરી થાય છે કે, તે યુનાઇટેડ કિંગડમમાં દિવસનો સમય હતો.

આ સમય 1999 માં બદલાયો હતો. અટલ બિહારી વાજપેયી સરકારમાં તત્કાલિન નાણામંત્રી યશવંત સિંહાએ સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું હતું. આ પછી સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરવામાં આવે છે.

2017માં બજેટ રજૂ કરવાની તારીખ બદલવામાં આવી - 2017 માં, બજેટની રજૂઆતની તારીખ બદલીને 1 ફેબ્રુઆરી કરવામાં આવી હતી જેથી કરીને સરકાર માર્ચના અંત સુધીમાં સંસદીય મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકે અને 1 એપ્રિલના રોજ નાણાકીય વર્ષની શરૂઆતથી બજેટનો અમલ કરી શકે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X