Budget 2024 : બજેટ પહેલા બદલાઈ જશે આ વસ્તુઓ, આજે જ જાણી લો

કેન્દ્રિય બજેટ રજુ થાય તે પહેલા ઘણી વસ્તુઓ બદલાવા જઈ રહી છે. દરેક પહેલી તારીખની જેમ જ 1 ફેબ્રુઆરીથી પણ ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.

આ ફેરફારોની અસર દરેક સામાન્ય લોકોને અસર કરશે. જો તમે કેટલીક બાબતો પર ધ્યાન નહીં આપો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. એટલે આ બદલાવો સમયસર જાણી લેવા જરૂરી છે.

Budget 2024

IMPS મની ટ્રાન્સફર
1 ફેબ્રુઆરીથી યુઝર્સ IMPS દ્વારા ફક્ત પ્રાપ્તકર્તાનો મોબાઇલ નંબર અને બેંકનું નામ ઉમેરીને નાણાં ટ્રાન્સફર કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અનુસાર, લાભાર્થીને ઉમેરવાની જરૂર રહેશે નહીં અને IFSC કોડની પણ જરૂર નહીં પડે.

NPS વિડ્રોલના નિયમોમાં ફેરફાર
12 જાન્યુઆરી, 2024 ના PFRDA પરિપત્ર અનુસાર, ગ્રાહકો ઉચ્ચ શિક્ષણ, લગ્ન, રહેણાંક મકાન ખરીદવા અને તબીબી ખર્ચ જેવા હેતુઓ માટે નિયમો અનુસાર NPSમાંથી પૈસા ઉપાડી શકે છે. PFRDA દ્વારા 12 જાન્યુઆરી, 2024ના રોજ જારી કરાયેલા પરિપત્ર મુજબ, આ નિયમો 1 ફેબ્રુઆરી 2024થી અમલમાં આવશે.

2024 નો પહેલો ગોલ્ડ બોન્ડ
2024 નો પ્રથમ ગોલ્ડ બોન્ડ SGB સિરીઝ 2023-24 સિરીઝ IV 12 ફેબ્રુઆરી 2024ના રોજ રોકાણ માટે ખુલશે. RBIના નોટિફિકેશન મુજબ, સબસ્ક્રિપ્શન વિન્ડો 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી 2024 સુધી ખુલ્લી રહેશે. બોન્ડ 21 ફેબ્રુઆરી 2024ના રોજ જારી કરવામાં આવશે. જો આ સ્કીમમાં ઓનલાઈન પેમેન્ટ કરીને રોકાણ કરવામાં આવે તો RBI 50 રૂપિયા પ્રતિ ગ્રામના ભાવે સસ્તું સોનું આપે છે. આ સિવાય આ સ્કીમમાં રોકાયેલા પૈસા પર દર વર્ષે વ્યાજ પણ આપવામાં આવે છે. આ વ્યાજ વર્ષમાં બે વાર ચૂકવવામાં આવે છે.

SBI હોમ લોન ડિસ્કાઉન્ટ
SBI તેના ગ્રાહકોને હોમ લોન પર 65 બેસિસ પોઈન્ટ્સ સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. તેનો લાભ આજે જ મળી શકે છે. આ સુવિધા 1લી ફેબ્રુઆરીથી બંધ થઈ જશે.

પંજાબ એન્ડ સિંધ બેંક સ્પેશિયલ FD
પંજાબ એન્ડ સિંધ બેંકની 444 ડે સ્પેશિયલ FD 31 જાન્યુઆરી 2024 ના રોજ સમાપ્ત થશે. આ FDમાં રોકાણકારોને 7.40 ટકા વ્યાજ મળી રહ્યું છે. જો કોઈએ આ સ્કીમમાં રોકાણ કર્યું નથી તો તે 1 ફેબ્રુઆરી પહેલા રોકાણ કરી શકે છે.

ફાસ્ટેગને બ્લેકલિસ્ટ કરવામાં આવશે
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું છે કે 31 જાન્યુઆરી પછી તે એવા ફાસ્ટેગને નિષ્ક્રિય કરી દેશે જેમની KYC પૂર્ણ નથી. ભલે તેમની પાસે બેલેન્સ હોય.

સિલિન્ડરની કિંમતમાં ફેરફાર
આ સિવાય ઓઈલ માર્કેટિંગ કંપનીઓ મહિનાની પહેલી તારીખે ઘરેલું અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X