Budget 2024 : ક્યાં અને કેવી રીતે થાય છે બજેટની પ્રિન્ટીંગ? માત્ર આટલા લોકોની હોય છે હાજરી

Budget 2024 : કેન્દ્રિય બજેટની જાહેરાત વચ્ચે બજેટને લઈને એવી ઘણી વાતો જે સામાન્ય લોકોએ જાણવી જરૂરી છે. બજેટથી લઈને પ્રિન્ટીંગ સુધી તમામ બાબતોમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

જણાવી દઈએ કે, દેશનું બજેટ ખૂબ જ ગોપનીય રીતે તૈયાર કરવામાં આવે છે. તેના દસ્તાવેજો તૈયાર કરતી વખતે તેમાં સામેલ અધિકારીઓ અને કર્મચારીઓ ચુસ્ત બંદોબસ્તમાં રહે છે.

Budget 2024

સંસદમાં બજેટ રજૂ થવાના 10 દિવસ પહેલા આ અધિકારીઓ અને કર્મચારીઓ દુનિયાથી સંપૂર્ણપણે દૂર રહે છે. બજેટ તૈયાર કરનારા અધિકારીઓ અને કર્મચારીઓ આટલા દિવસો સુધી પોતાના ઘર અને આસપાસના લોકો સાથે કોઈ સંપર્ક રાખતા નથી.

દિલ્હીના નોર્થ બ્લોક સ્થિત મંત્રાલયની ઓફિસમાં દર વર્ષે બજેટ તૈયાર કરવામાં આવે છે. 1950 સુધી બજેટ દસ્તાવેજ રાષ્ટ્રપતિ ભવન સ્થિત પ્રેસમાં છાપવામાં આવતુ હતુ, પરંતુ એકવાર બજેટનો કેટલોક ભાગ ત્યાંથી લીક થઈ ગયો. જે બાદ 1980થી નોર્થ બ્લોક સ્થિત પ્રેસમાં બજેટ છપાય છે.

આ ખૂબ જ ગુપ્ત દસ્તાવેજ છે, આ સ્થિતિમાં બજેટ તૈયાર થાય તે પહેલા જ નોર્થ બ્લોકમાં કોઈપણના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવે છે.

જણાવી દઈએ કે, બજેટ તૈયાર કરતા પહેલા એક બ્લુ શીટ રાખવામાં આવે છે, જેમાં મહત્વપૂર્ણ આર્થિક ડેટા હોય છે. તેના આધારે બજેટ તૈયાર કરવામાં આવે છે. નાણામંત્રી પણ આ બજેટ શીટ બહાર લઈ જઈ શકતા નથી અને તેની સમગ્ર જવાબદારી મંત્રાલયના સંયુક્ત સચિવની રહે છે.

આ સમય દરમિયાન નાણા મંત્રાલયના નોર્થ બ્લોકમાં સંપૂર્ણ લોકડાઉન જેવું વાતાવરણ જોવા મળે છે. સરળ શબ્દોમાં કહીએ તો આ કર્મચારીઓ બજેટ રજૂ કર્યા પછી 10 દિવસ એટલે કે 14,400 મિનિટ માટે દુનિયાથી ડિસ્કનેક્ટ થઈને બજેટ તૈયાર કરે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X