Budget Expectations 2021: આ વખતેના બજેટમાં નોકરિયાતોને મળી શકે 3 ભેટ

Budget Expectations 2021: આ વખતેના બજેટમાં નોકરિયાતોને મળી શકે 3 ભેટ

Budget Expectations 2021: કોરોનાના આ કાળમાં ઘણું બદલાઈ ગયું છે. કેટલીય વડી કંપનીઓ હજી પણ વર્ક ફ્રોમ હોમ કરાવી રહી છે. માટે નોકરિયાત લોકો માટે આ બજેટમાં ઘણી ઉમ્મીદો છે. કેમ કે ઘરેથી કામ કરતા કર્મચારીઓને ઈન્ટરનેટ, ખુરસી-ટેબલ અને કેટલીય વાર તો મીની ઑફિસ પણ સેટઅપ કરવી પડે છે. માટે સરકાર નોકરિયાતોને સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં છૂટ આપે તેવી ઉમ્મીદ છે.

ટેક્સ છૂટ વધીને 3 લાખ રૂપિયા થવાની ઉમ્મીદ

ટેક્સ છૂટ વધીને 3 લાખ રૂપિયા થવાની ઉમ્મીદ

નોકરિયાત લોકોને પૂરી ઉમ્મીદ છે કે આ વખતે સરકાર ટેક્સ છૂટની સીમા વધારી શકે છે. હાલ ટેક્સ છૂટની સીમા 2.5 લાખ રૂપિયા છે, જેને વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. આવી ઉમ્મીદ એટલા માટે કરાઈ રહી છે કેમ કે પાછલા 7 વર્ષથી ટેક્સ સ્લેબમાં કોઈ બદલાવ નથી થયો. અગાઉ જુલાઈ 2014માં આવેલ બજેટમાં તાત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ આ સીમા 2 લાખ રૂપિયાથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી હતી.

80C અંતર્ગત વધુ ટેક્સ છૂટ મળી શકે

80C અંતર્ગત વધુ ટેક્સ છૂટ મળી શકે

હાલના સમયમાં આવકવેરા અધિનિયમની કલમ 80C અંતર્ગત રોકાણકારોને આવકવેરામાં 1.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટ મળી શકે છે.

હવે તેને વધારીને 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવે તેવી ઉમ્મીદ છે. હવે આ છૂટ વધારીને 3 લાખ રૂપિયા સુધી કરવામાં આવે તેવી ભલામણો પણ કરવામાં આવી છે.

આમાં પણ પાછલા 7 વર્ષથી કોઈ બદલાવ નથી થયો. જુલાઈ 2014માં જ તાત્કાલીન નાણામંત્રી અરુણ જેટલીએ તેને 1 લાખ રૂપિયાથી વધારીને 1.5 લાખ રૂપિયા કરી હતી.

મેડિકલ ઈન્સ્યોરન્સ પર રાહત મળી શકે

મેડિકલ ઈન્સ્યોરન્સ પર રાહત મળી શકે

કોરોના કાળને જોતાં ઉમ્મીદ કરાઈ રહી છે કે મેડિકલ ઈન્સ્યોરન્સને જોતાં આ વખતે સરકાર 80D અંતર્ગત મળતા 25000 રૂપિયા સુધીના ડિડક્શનને વધારીને 50 હજાર રૂપિયા કરી શકે છે. જ્યારે સીનિયર સિટિજન માટે આ સીમા વધારીને 75 હજાર રૂપિયા સુધી કરવામાં આવે તેવી ઉમ્મીદ કરાઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X