Budget Session 2023: આજથી શરુ થઈ રહ્યુ છે બજેટ સત્ર, રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠકને કરશે સંબોધિત
સંસદનુ બજેટ સત્ર આજથી શરુ થઈ રહ્યુ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ આજે પહેલી વાર સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. આવનારી લોકસભા ચૂંંટણી પહેલા સહુની નજર આ વખતના બજેટ પર રહેશે.
Budget Session 2023: આજથી સંસદનુ બજેટ સત્ર શરુ થઈ રહ્યુ છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના અભિભાષણ સાથે બજેટ સત્રની શરુઆત થશે. દ્રૌપદી મુર્મૂનુ આ પહેલુ સંબોધન હશે. રાષ્ટ્રપતિના અભિભાષણ બાદ આર્થિક સર્વે રજૂ કરવામાં આવશે. આ દરમિયાન વિપક્ષી દળો પણ સરકારને ઘણા મુદ્દાઓ પર ઘેરવાની તૈયારીમાં છે. કેન્દ્રએ પણ કહ્યુ છે કે તેઓ દરેક મુદ્દે ચર્ચા કરવા માટે તૈયાર છે.

સોમવારે વિપક્ષી દળો સાથે યોજાયેલી સર્વપક્ષીય બેઠકમાં અદાણીનો મુદ્દો સામે આવ્યો હતો. અદાણી-હિંડનબર્ગ વિવાદ જે રીતે બહાર આવ્યો છે તે પછી ગૃહમાં હોબાળો થવાની અપેક્ષા છે. કેટલાક પ્રાદેશિક પક્ષોએ એવો પણ સંકેત આપ્યો હતો કે તેઓ બેરોજગારી, મોંઘવારી અને રાજ્યો સાથે ભેદભાવનો મુદ્દો ઉઠાવશે. તમને જણાવી દઈએ કે બજેટ સત્રમાં કુલ 27 બેઠકો થશે. સત્ર બે ભાગમાં હશે, પહેલો ભાગ 14 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ પછી બજેટ સત્રનો બીજો ભાગ 12 માર્ચથી 6 એપ્રિલ સુધી ચાલશે.
સરકાર આ બજેટ સત્રમાં 36 બિલ લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં 4 બિલ બજેટ સાથે સંબંધિત હશે. વિપક્ષી દળો સાથેની બેઠકમાં આમ આદમી પાર્ટીના સંજય સિંહ, રાજદના મનોજ ઝા ઉપરાંત શિવસેના, બીઆરએસ, ડીએમકે અને અન્ય ડાબેરી પક્ષોએ ભાગ લીધો હતો અને અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ લોકોએ માંગ કરી હતી કે આ મુદ્દે ગૃહમાં ચર્ચા થવી જોઈએ. બીઆરએસ અને ડીએમકેએ પણ તેમના રાજ્યના રાજ્યપાલોની રીત પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. સૂત્રોનુ માનીએ તો બીઆરએસ અન્ય વિપક્ષી દળો સાથે મળીને રાષ્ટ્રપતિના અભિભાષણનો બહિષ્કાર કરવાની યોજના બનાવી રહ્યા છે. સરકાર સામે અનેક મુદ્દે તેનો બહિષ્કાર કરવાનુ આયોજન છે.
ટીએમસીના નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યુ કે વિપક્ષી પાર્ટીઓને સંસદમાં સ્થાન મળવુ જોઈએ, ગૃહનો ઉપયોગ માત્ર બિલ પસાર કરવા માટે ન થવો જોઈએ. વાયએસઆર કોંગ્રેસ, બીઆરએસ, બીજદ અને ટીએસસીએ મહિલાઓના ક્વોટા માટે બિલ લાવવાની માંગ કરી છે. વાયએસઆર કોંગ્રેસે માંગ કરી છે કે દેશભરમાં જાતિ આધારિત આર્થિક સર્વેક્ષણ થવો જોઈએ. તમને જણાવી દઈએ કે નાણામંત્રી નિર્મલા સીતારમણ બુધવારે સામાન્ય બજેટ રજૂ કરશે. આ બજેટ 2024ની ચૂંટણી પહેલાનું બજેટ છે તેથી તેના પર સહુની નજર રહેશે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
