Business News : 1 એપ્રિલથી બદલાઇ જશે આ 7 નિયમો, જાણી લો ફાયદામાં રહેશો
Business News : 1 એપ્રિલથી નવુ નાણાકીય વર્ષ શરૂ થવા જઇ રહ્યું છે. આ સાથે જ ઘણા નિયમો બદલાઇ જશે. જેમાં ઇન્કમ ટેક્સ, મ્યુચુઅલ ફંડ અને ઇ-ગોલ્ડ સાથે જોડાયેલા નિયમોનો સમાવેશ થાય છે. આ સાથે જીવન વિમાના ટેક્સ ભરવા જેવી બાબતનો પણ સમાવેશ થાય છે.
આવા સમયે આજે આપણે આ અહેવાલમાં એવા 7 નિયમો વિશે જાણીશું, 1 એપ્રિલથી બદલાઇ જશે. આ નિયમો વિશે જાણી લેવાથી તમને અર્થિક લાભ થઇ શકે છે અથવા નુકસાનથી બચી શકો છો.

નવી આવકવેરા વ્યવસ્થા
1 એપ્રિલ, 2023થી ટેક્સ ભરનારા લોકો માટે મોટું અપડેટ આવી રહ્યું છે. નવી કર વ્યવસ્થા આવકવેરા કાયદા હેઠળ ડિફોલ્ટ કરવામાં આવીછે.
આવા સમયે કરદાતાઓ હજૂ પણ જૂની કર વ્યવસ્થામાં રહી શકશે. જોકે, હવે આ માટે તેઓએ અરજી કરવાની રહેશે.

કર મુક્તિ મર્યાદા વધારાઇ
ટેક્સ મુક્તિ મર્યાદા એપ્રિલ 2023થી લંબાવવામાં આવી રહી છે. નવી ટેક્સ સિસ્ટમ લાગુ થવાથી હવે કરદાતાઓએ સાત લાખ સુધીનીઆવક પર કોઈ ટેક્સ ચૂકવવો નહીં પડે, જ્યારે પહેલા આ મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધીની હતી.

ટેક્સ સ્લેબ બદલાશે
1 એપ્રિલથી, જો કરદાતાઓ જૂની ટેક્સ વ્યવસ્થાને પસંદ નહીં કરે, તો તેમના ટેક્સ સ્લેબમાં ફેરફાર થશે. આ રીતે ટેક્સ પેમેન્ટમાં પણફેરફાર થશે. નવી સિસ્ટમ હેઠળના સ્લેબ નીચે મુજબ છે -
- 0 થી 3 લાખ - કોઈ ટેક્સ ચૂકવ્યો નથી
- 3 થી 6 લાખ - 5 ટકા
- 6 થી 9 લાખ - 10 ટકા
- 9 થી 12 લાખ - 15 ટકા
- 12 થી 15 લાખ - 20 ટકા

ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર ટેક્સ
1 એપ્રિલથી ડેટ મ્યુચ્યુઅલ ફંડ પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન તરીકે ટેક્સ લાગશે. આનો અર્થ એ છે કે, ઇન્ડેક્સેશન સાથે 20 ટકા ટેક્સ અનેઇન્ડેક્સેશન વિના 10 ટકા ટેક્સ જેવા લાભો ખોવાઈ જશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પગલું રોકાણકારોને લાંબા ગાળાના કર લાભોથી વંચિતકરશે, જેણે આવા રોકાણોને લોકપ્રિય બનાવ્યા હતા.

જીવન વીમા પર ટેક્સ
અત્યાર સુધી તમે સાંભળ્યું હશે કે, વીમામાં રોકાણ કરવું એ ટેક્સથી બચવાનો એક ઉપાય છે, પરંતુ 1 એપ્રિલથી તેમાં મોટો ફેરફાર થવા જઈરહ્યો છે. 5 લાખથી વધુની વાર્ષિક પ્રીમિયમ આવક હવે 1 એપ્રિલ, 2023થી કરપાત્ર થશે.

વરિષ્ઠ નાગરિકોને વધુ લાભ મળશે
વરિષ્ઠ નાગરિક બચત યોજના માટે મહત્તમ જમા મર્યાદા 15 લાખ રૂપિયાથી વધારીને 30 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેના કારણેવરિષ્ઠ નાગરિકોને વધુ લાભ મળશે.
આવા સમયે, માસિક આવક યોજના માટે મહત્તમ જમા મર્યાદા સિંગલ એકાઉન્ટ્સ માટે 4.5 લાખરૂપિયાથી વધારીને 9 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ઇ-ગોલ્ડ રસીદ સંબંધિત નિયમો બદલાયા
નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે, ભૌતિક સોનાના ઈ-ગોલ્ડ રસીદમાં રૂપાંતર પર કોઈ કેપિટલ ટેક્સ બેનિફિટ્સ ઉપલબ્ધ થશે નહીં. આમાહિતી નાણામંત્રી સીતારમણે બજેટ 2023 રજૂ કરતી વખતે આપી હતી.












Click it and Unblock the Notifications
